
ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત સર પી.ટી. સાયન્સ કોલેજ, મોડાસાના અનુસ્નાતક કેન્દ્ર વનસ્પતિશાસ્ત્ર વિભાગ અને એકેડેમી ઓફ આયુર્વેદ ડેવલોપમેન્ટ એન્ડ રિસર્ચ (આદર) ના ઉપક્રમે વર્તમાન યુગમાં આયુર્વેદની ઉપયોગીતા વિષય પર એક દિવસીયસ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધી મ.લા ગાંધી ઉ.કે મંડળ મોડાસાના ઉપક્રમે શ્રી મહેન્દ્રભાઈ શાહની ઉપસ્થિત રહી પરિસંવાદને પ્રેરકબળ પૂરું પાડ્યું. આદર સંસ્થાના પ્રમુખશ્રી ડૉ. એ.વી.વ્યાસ દ્વારા સંસ્થાની કાર્યવાહી જણાવવામાં આવી. આદર સંસ્થાના ઉપપ્રમુખ ડૉ. હરિદ્ર દવે દ્વારા આયુર્વેદની ઉપયોગીતા સમજાવતું મર્મસ્પર્શી વ્યાખ્યાન આપવામાં આવ્યું. આદર સંસ્થાના સહમંત્રી ડૉ.પી.એ.વોરા દ્વારા આદર સંસ્થાની ગતિવિધિ સમજાવવામાં આવી. આદર સંસ્થાના ડૉ.હેમેન્દ્ર ખમાર ઉપસ્થિત રહી પ્રેરક ઉદબોધન કર્યું. સાયન્સ કોલેજના આચાર્ય ડૉ.કે.પી.પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. વનસ્પતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.એસ. ડી.વેદિયા દ્વારા મહેમાનોનું પરિચય આપવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવા માટે વનસ્પતિ વિભાગના ડૉ.એમ.એસ. જાંગીડ, ડૉ.એચ.એસ.ખરાડી, ડૉ.ઉર્વી ગુપ્તા, પ્રા. અનુરાધા ચૌધરીએ ખુબ જ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના સફળતાપૂર્વક આયોજન માટે પ્રમુખ શ્રી નવીનચંદ્ર મોદી મોદી, પ્રભારીમંત્રી શ્રી સુભાષભાઈ શાહ અભિનંદન પાઠવ્યા હતા.