




કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે
વ્યારા નગર મહિલા મોરચો G20- સુસ્વાગતમ કાયૅક્રમ તા ૧૮/૦૧/૨૦૨૩ના વ્યારા નગર મહિલા મોરચા દ્વારા મા.વડાપ્રધાન શ્રી.નરેન્દ્રભાઈ મોદીજીના સક્ષમ, દ્ઢ, વૈશ્વિક નેતૃત્વને લીધે વડાપ્રધાનશ્રી અને ભારત દેશને G20નુ અધ્યક્ષ સ્થાન અને નેતૃત્વ પ્રાપ્ત થયું છે.જે પ્રત્યેક ભારતીય માટે ગૌરવની બાબત છે. આ અવસરને વ્યારા નગર મહિલા મોરચા દ્વારા રંગોળી અને મહેંદી કાર્યક્રમ કરી ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો.. જેમાં સંગઠન ઉપપ્રમુખ દિપાલીબેન પાટીલ ,વ્યારા નગરના પ્રથમ નાગરિક સેજલબેન રાણા, તાપી જિલ્લાના મહામંત્રી નીલાબેન પંડ્યા ,વ્યારા નગર મહિલા મોરચાના પ્રમુખ મનિષા દેસાઈ ,મહામંત્રી સ્વાતિબેન સોનવણે ,નગર સંગઠન ઉપપ્રમુખ વૈશાલીબેન રાણા ,મોરચા મંત્રી મધુબેન ગામીત, નગરપાલિકા સદસ્ય પ્રીતિબેન ગામીત, અને કાર્યકર્તા બહેનો એ ઉપસ્થિત રહી મહિલા મોરચાનો ઉત્સાહ વધાર્યો હતો..
