શિક્ષણ અને ઈતર પ્રવૃત્તિથી વિદ્યાર્થીનું ઘડતર થઈ રહયું છે” શ્રીમતિ શ્રધ્ધા વી.રાવ

રિપોર્ટ ,મયુર પટેલ

રાનકુવા હાઇસ્કુલમાં વાર્ષિક ઇનામોત્સવ સંપન્ન

 “ઉંચા પરિણામો,રમત-ગમત,એન.એસ.એસ,એન.સી.સી નેવી યુનિટ-વિજ્ઞાન મેળા-ચિત્રકળા વગેરે સ્પર્ધામાં ઉંચા પરિણામો-પુરસ્કાર મેળવી જિલ્લા અને રાજયમાં મોખરે રહેનાર રાનકુવા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી બી.એલ. પટેલ સર્વ વિદ્યામંદિર હાઇસ્કુલનો માહોલ,તાળીઓનો ગડગડાટ–સ્વાગત ટુકડીનો સુત્રોચાર- બધુ પ્રભાવક છે.” આ શબ્દો ન્યુ કેજલ લાઈફ ઇન હોસ્પિટલ કબીલપોરના ચેરમેન શ્રીમતી શ્રધ્ધા વી.રાવે નવીનીકરણ થયેલ રસાયણશાસ્ત્રની પ્રયોગશાળાને ખુલ્લી મુકતાં તેજસ્વી તારલાઓનું અભિવાદન કરતાં વધુમાં જણાવ્યું હતું કે, ‘કેળવણી મંડળના મંત્રીશ્રી,પ્રમુખશ્રી તથા રાનકુવા હાઇસ્કુલ પરિવારનો જોશ-ઉત્સાહ અદભુત છે. સાથે વિદ્યાર્થીઓએ ઊંચા શિખરો સર કરવા તંદુરસ્તી ઉપર પણ ધ્યાન રાખવું પડશે લારી ફૂડ થી દૂર રહેશો. કારણ વિશ્વ આવતીકાલે નવી શોધ લઈને આવવાનું છે.’ મુખ્ય મહેમાન પદે ડૉ. કિરીટ એમ. ભાવસાર એ જણાવ્યું હતું કે, ‘તબીબી તરીકે નવસારી જિલ્લા પંચાયતના ૩૧ વર્ષ સુધી વિવિધ આરોગ્ય કેન્દ્ર પર કામ કર્યું છે,ગંદાદાત,ઓછી ઉંચાઈ અને નાની વયમાં વધુ નંબરના ચશ્મા એ સમસ્યા છે. કેળવણી મંડળના પ્રમુખશ્રી બળવંતરાય સી.દેસાઈએ આવકાર અને મંત્રી શ્રી પ્રાધ્યાપક જશુભાઈ નાયક એ શાળાના વિકાસ માટે આર્થિક સંઘર્ષ,ડાંગરનો સંગ્રહ કે ફિલ્મ શો દ્વારા કરેલ પુરુષાર્થ જણાવ્યો હતો. આચાર્યશ્રી સંજયસિંહ પરમારએ શિક્ષણ ઈત્તર પ્રવૃત્તિ માટે થતું આયોજન વિદ્યાર્થીઓના ગેરહાજર રહેવા માટેનો અભ્યાસ,સ્વયંશિસ્ત તરફ શાળા, સરકારી તંત્રના અભિયાનમાં અગ્રેસર રહેવા માટે પરિણામલક્ષી આયોજનથી શાળા પ્રગતિને પંથે છે. ૪૧ વિદ્યાર્થીઓને રજતચંદ્રકો તથા રોકડ પુરસ્કારો એનાયત થયા હતા.રાષ્ટ્રીય કક્ષાએ ૪ વિદ્યાર્થી,રાજ્ય ક્ક્ષાએ ૧૪ ઝોન ક્ક્ષાએ ૧૦, જિલ્લા કક્ષાએ ૫૦ વિદ્યાર્થીઓ અને ૩ શિક્ષકોએ સહ અભ્યાસ પ્રવૃતિમાં મેળવેલી સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમની ઉદઘોષણા સ્વાતિબેન પાટીલ,પારિતોષિક ઉદઘોષણા,નિકુંજ પટેલ,ખ્યાતિ પટેલ,નલીનીબેન પટેલ તથા શીતલબેન પટેલે કરી હતી. નિરીક્ષકશ્રી પરેશભાઈ દેસાઈએ ઋણ સ્વીકાર કર્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *