
કમલમ ન્યૂઝ રાકેશ વાળા. વ્યારા.
તાજેતરના મુખ્યમંત્રીશ્રીઓ – શ્રી કેશુભાઈ પટેલ, શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રીમતી આનંદીબેન પટેલ અને વિજયભાઇ રૂપાણીના અધિક જનસંપર્ક અધિકારી તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે અને હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં પુન:નિમણૂંક થઈ છે.
હિતેષભાઈ પંડ્યા વિશે
વડોદરામાં જન્મેલા શ્રી હિતેષભાઈ પંડ્યાએ તેમનું પ્રારંભિક શિક્ષણ જામનગરમાં લીધું ત્યારબાદ તેઓનો પરિવાર રાજકોટમાં સ્થાયી થયા પછી તેઓનું પ્રાથમિક શિક્ષણથી માંડીને પત્રકારત્વ સુધીનું શિક્ષણ રાજકોટમાં જ પૂર્ણ થયું.
ગુજરાતી ભાષી પ્રતિષ્ઠિત જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યુઝ પેપર્સના રાજકોટથી પ્રકાશિત, માતબર અને પ્રતિષ્ઠિત દૈનિક ફૂલછાબમાં શ્રી હિતેષભાઈ પંડ્યાએ ૨૨ વર્ષ સુધી Chief Sub Editor, News Editor, Dy. Editorના વિવિધ હોદ્દા પર તેમણે બખૂબી જવાબદારી નિભાવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં શ્રી હિતેષભાઈ પંડ્યાને રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન મળ્યું હતું અને દેશના રાજકીય ઈતિહાસની દિશા બદલનાર નવનિર્માણ આંદોલનમાં સૌરાષ્ટ્રનું સુકાન સંભાળ્યું હતું. આ અંદોલન દરમિયાન દેશભરમાં લદાયેલી કટોકટી દરમિયાન અગિયાર માસ સુધી જેલવાસ ભોગવ્યો હતો. જેથી તેઓ મીસાવાસી તરીકે પણ ઓળખાય છે.
શ્રી હિતેષભાઈ પંડ્યાએ રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Municipal School Board)ના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી. સને ૨૦૦૧માં તેઓએ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના બૌદ્ધિક પ્રકોષ્ટ (Intellectual Cell)ના પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવેલ છે.