વ્યારા નગર ભાજપા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું…

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

તા.૨૨/૦૧ /૨૦૨૩ ના રવિવારના દિવસે તાપી જિલ્લાના વ્યારા નગરમાં આવેલ સિનિયર સિટીઝન ક્લબ ખાતે યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ‘તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા’ નો જેમણે નારો આપ્યો હતો એવા કટ્ટર દેશભક્ત નેતાજી સુભાષચંદ્ર બોઝજીના જન્મ જયંતી નિમિત્તે સેવા પખવાડીયા અંતર્ગત વ્યારા નગર ભાજપા યુવા મોરચા દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બ્લડ કેમ્પમાં 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી ,તાપી જીલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહામંત્રી શ્રી વિક્રમભાઈ તરસાડીયા તથા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ, શ્રી વિરલભાઈ કોંકણી ઉપસ્થિત રહી રકતદાતાઓને વધુમાં વધુ બ્લડ ડોનેટ કરી જરૂરીયાતમંદોને બ્લડ સરળતાથી મળી રહે તેવા પ્રયાસો કરવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે 65 થી વધારે રકતદાતાઓએ ભાગ લીધો જેમાંથી 52 જેટલી રકતની બોટલો એકત્ર કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા સંગઠન ઉપપ્રમુખ શ્રી ચેતનભાઇ ભટ્ટ, વ્યારા તાલુકાના પ્રભારી શ્રી રાકેશભાઇ કાચવાલા, નગર સંગઠન પ્રમુખ કેયુરભાઇ શાહ, મહામંત્રી શ્રી ઘનશ્યામભાઇ સોની, નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી સેજલબેન રાણા, પ્રદેશ યુવાના સભ્ય શ્રી પ્રિતુલભાઇ શાહ, કારોબારી અધ્યક્ષ શ્રી કુલીનભાઇ પ્રધાન, શાસક પક્ષના નેતા શ્રી કલ્પેશભાઇ ઢોડીયા, ટીપી ચેરમેન શ્રી પરેશભાઇ મીઠાવાલા તેમજ સંગઠનના હોદેદારશ્રીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વ્યારા નગર ભાજપ યુવા મોરચાના પ્રમુખ અક્ષયભાઈ પંચાલ, મહામંત્રી સાહીલભાઇ ગામીત, જિલ્લા યુવા ઉપપ્રમુખ વિપુલભાઇ બથવાર તથા ઉપપ્રમુખ સિદ્ધાર્થભાઈ લુહાર, રીક્ષીતભાઇ રાણા, મંત્રી જય નેરકર, મોહિત બાવરીયા, રીષી નાયક જેવા યુવા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. તથા તમામ રકતદાતાઓનો વિશેષ આભાર પણ યુવા મોરચા દ્રારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *