
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામના પ્રગતિશીલ ખેડૂતો પોતાના ખેતર માં 70 જેટલા એપલ બોર ના છોડ નું વાવેતર કરી નજીવા ખર્ચે વધુ આવક મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.હાલ માં તેઓ ના ખેતર માં એપલ બોર નો પાક લહેરાય રહ્યો છે ત્યારે એક નંગ એપલ બોર 100 ગ્રામ થી વધુ વજન ધરાવે છે અને બજાર માં પણ સારો ભાવ મળી રહેતો હોવાથી ઓછા ખર્ચે વધુ નફો મેળવી રહ્યા છે .
અંકલેશ્વર ના અંદાડા ગામે રહેતા ખેડૂત સતિષભાઈ પટેલ પોતાના ખેતર માં પરંપરાગત ખેતી ની સાથે ઓછા ખર્ચ વાળી તેમજ લાંબા ગાળા સુધી ઉપજ આપનારી ખેતી તરફ ડગ માંડ્યાં છે.તેઓ એ પોતાના ખેતર માં 70 જેટલા એપલ બોર ના છોડ નું વાવેતર કર્યું છે ,આ બોર ની ખેતી માં તેઓ એ ખાતર તેમજ દવા નો ઉપયોગ કર્યો નથી માત્ર સમય મુજબ પાણી પીવડાવવા માં આવ્યું છે ,ત્યારે શિયાળા ની ઋતુ ની સાથે બોર ની શરૂઆત થાય છે અને માર્કેટ માં દરેક પ્રકાર ના બોર નું વેચાણ થતું હોય છે ત્યારે સતિષભાઈ પટેલ ના ખેતર માં હાલ માં બોરડી ના ઝાડ ઉપર એપલ બોર લહેરાય રહ્યા છે , ,ખેતર માં લહેરાતા સ્વાદિષ્ટ એપલ બોર ને તોડવાની શરૂઆત કરી છે .તેઓ બોર તોડી માર્કેટ માં મોકલી રહ્યા છે ત્યાં તેમને પ્રતિ કિલો 30 થી 50 રૂપિયા ભાવ મળી રહ્યો છે .તેઓ એ માવજત કરતા એક એપલ બોર 100 ગ્રામ થી વધુ વજન ધરાવે છે .જેથી તેઓ વધુ ઉપજમેળવી રહ્યા છે .તેમણે નજીવા ખર્ચે બનાવેલ એપલ બોર ની ખેતી માં સારી એવી આવક મેળવી રહ્યા છે .સતીશ ભાઈ ની ઓછા ખર્ચ વાળી બોર ની ખેતી ને જોઈ ને અન્ય ખેડૂતો પણ તેઓ ના ખેતર આવી ને એપલ બોર ની ખેતી અંગે માર્ગદર્શન મેળવી રહ્યા છે