અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ સ્થિત ૐ તપોવન આશ્રમ ખાતે નિઃશુલ્ક નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો

દીપ પ્રગટાવી ઉદઘાટન અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વર સિંહ પટેલે કર્યું હતુ.

આસપાસના ગ્રામ્ય વિસ્તારો માંથી જરૂરિયાતમંદ ૫૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર જુના બોરભાઠા ગામ સ્થિત પૂજ્ય નારાયણ સ્વામી ના ૐ તપોવન આશ્રમના સાનિધ્યમાં આજરોજ નિઃશુલ્ક નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં ૫૦૦ થી વધુ લાભાર્થીઓને નિઃશુલ્ક ધોરણે આંખ ના નંબર સહીત મોતિયા વ્હેલ સહીત અન્ય દર્દો નુ નિદાન કરવામાં આવ્યુ હતુ તેમજ જે દર્દીઓને મોતિયા સહીત ના ઓપરેશન ની જરૂરિયાત હશે તેઓને આગામી સપ્તાહ દરમ્યાન ભરૂચની આકાશ હોસ્પિટલમાં તજજ્ઞ તબીબો મારફતે નિઃશુલ્ક ઓપરેશન કરાશે જેનો સંપૂર્ણ ખર્ચ ૐ તપોવન ચેરિટેબલ ટ્રસ્ટ ચુકવશે.આ કેમ્પમાં અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, તાલુકા ભાજપા પ્રમુખ નિતેન્દ્ર દેવધરા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ તૃપ્તિ જોષી, સુરતના તબીબ ડો. પી પી સોલંકી સહીત અન્ય તબીબી ટીમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *