મહેસાણા દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

ચેતન પટેલ

મહેસાણા ખાતે મોઢેરા રોડ ઉપર આવેલી જીઆઇડીસીના કોમ્યુનિટી હોલ ખાતે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર દ્વારા સરકારી હોસ્પિટલ ઉંઝા.કડી ખેરવા અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું
આ આયુષ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર . રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોર મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ આરોગ્ય સમિતિના ચેરમેન અવચળભાઈ ચૌધરી. ડૉ ડી જે શાહ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરિભાઈ પટેલ મહેસાણા જિલ્લા આયુર્વેદી અધિકારી પણ હાજર રહ્યા હતા
આની શુભ શરૂઆત દિપ પ્રગટાવીને કરવામાં આવી હતી

અત્યાર ના આ સમય માં જે હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિ ટૂંકા સમય ના અને જૂના એવા તમામ પ્રકારના રોગોમાં ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યું છે હોમિયોપેથી વિજ્ઞાન રોગની નહીં પરંતુ માનવી ના સંપૂર્ણ વ્યક્તિત્વ ની સારવાર કરેછે હોમિયોપેથી એ અણીશુદ્ધ. અત્યાઆધુનિક અને કસોટીમાંથી ખરી ઉતરેલ વૈજ્ઞાનિક ચિકિત્સા પદ્ધતિ છે જેમાં સારવાર કરકસર યુક્ત અને નિદોર્ષ છે
આયુર્વેદ થી જે ફાયદા ઓ થાય છે અને આપણને તેની કોઈ આડઅસર થતી નથી તેના વિશે તથા આયુર્વેદ એક છેવાડાના ગામડાંઓ સુધી આયુષ ની સેવા પહોંચી શકે તે હેતુથી પ્રજાજનો સુખાયુ અને દીર્ધાયુ થાય તે હેતુથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામકશ્રી આયુષ ની કચેરી દ્વારા આ આયુષ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *