આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર કેસરિયો ખેસ ધારણ કર્યો

અમૂલ ડેરીના ચેરમેન વાઈસચેરમેનની ચૂંટણી પહેલા કાંતિ સોઢા પરમારે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનું કમળ પકડ્યું

રિપોર્ટ :બીના પટેલ

ચરોતર કોંગ્રેસના રાજકારણમાં વધુ એક આગેવાનનું ગાબડું પડ્યું છે.વર્ષોથી ભાજપની વિચારધારાના વિરોધી રહેલ આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારને 2022ની વિધાનસભા ચૂંટણી હાર્યાના ગણતરીના દિવસોમાં જ ભાજપની વિચારધારા સાથે તાલમેલ સાધી લીધો છે.તેઓએ સત્તાવાર રાજીનામુ આપી ગાંધીનગર કમલમ કાર્યાલયે પ્રદેશપ્રમુખ સી.આર.પટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.

કાંતિભાઈ સોઢા પરમાર ગાંધીનગર ભાજપ કાર્યાલયમાં જોડાણ સમયે આણંદ જિલ્લા ભાજપના આગેવાનો હાજર નહોતા જણાયા, જ્યારે ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ વિપુલભાઈ પટેલ અને બાલાસીનોર ભાજપના રાજેશભાઈ પાઠક (પપ્પુભાઈ)ની હાજરીએ કાંતિભાઈ સોઢા પરમારની ભાજપમાં જોડાણે અનેક તર્કવિતર્ક ઉભા કર્યા છે. કાંતિભાઈને ભાજપમાં જોડાવા વિપુલભાઈ પટેલ(ડુમરાલ)નો મહત્વનો ફાળો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *