રકતદાન એજ મહાદાન

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીના ઉજવણી પર્વ નિમિત્તે ડાંગ ભાજપા યુવા મોરચા દ્વારા ” રક્તદાન કેમ્પ ” નું ભવ્ય આયોજન થયું.

રીપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

      ભારતીય સ્વતંત્ર સંગ્રામના અગ્રણી નેતા  અને આઝાદ હિન્દ ફોજ  ની રચના કરનારા  અને ભારત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા નેતાજી સુભાષચંદ્ર બોઝ ના જન્મ જયંતિ ઉજવણી પર્વ  નિમિત્તે સેવાકિય કાર્યનું બીડું ઉપાડવાના મંત્ર સાથે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ડૉ. આંબેડકર ભવનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.    

    આ  પ્રસંગે  ડાંગ ભાજપ ના મહામંત્રી શ્રી, કિશોરભાઈ ગાવીત , ઉપપ્રમુખ શ્રી ગીરીશભાઈ મોદી, આહવા મંડળના અધ્યક્ષ શ્રી સંજયભાઈ વ્યવહારે , મહામંત્રી શ્રી સતિષભાઈ સૈદાને , બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ વિશ્વનાથ ભાઈ મહાલે, લઘુમતી મોરચાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ માસ્ટર, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ના જિલ્લા સંયોજક નકુલભાઈ જાદવ, યુવા મોરચાના મહામંત્રી આઝાદ સિંહ બઘેલ, દીપકભાઈ જાદવ , યુવા મોરચા આહવા મંડળના અધ્યક્ષ જીગર પટેલ , ગ્રામ પંચાયતના સભ્યશ્રી ધર્મેશ ચૌહાણ, યુવા મોરચાના મંત્રી સિદ્ધાંત ભાઈ , ઉમેશભાઈ  તથા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

      યુવા મોરચાના તમામ હોદ્દેદારોએ ઉપસ્થિત રહી સુંદર અને સફળ આયોજન કર્યું હતું.

      આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહાનુભાવો, કાર્યકર્તાઓ, યુવાઓ, ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવેલા રક્તતુલા બદલ અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM