સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવાના NSS વિભાગ દ્વારા 7 દિવસીય શિબિરનુ આયોજન કરાયુ

સેવા, G20, પંચ પ્રકલ્પ, રોડ સેફ્ટી અને જનજાગૃતિ અંગે શિબિર યોજાઇ

રીપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: 01: સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવાના NSS વિભાગ દ્વારા ગલકુંડ ખાતે તા.31 જાન્યુઆરીથી સાત દિવસીય ખાસ શિબિરનુ ઉદઘાટન કરવામા આવ્યુ હતુ. જેની થીમ “સેવા, G20, પંચ પ્રકલ્પ, રોડ સેફ્ટી અને જનજાગૃતિ શિબિર” છે.

આ શિબિર તા.30-01-2023 થી તા.04-02-2023 સુધી ગલકુંડ ગામમા જ શિબિરાર્થીઓ દ્વારા નિવાસ કરી વિવિધ પ્રકારની જનજાગૃતીની પ્રવૃત્તીઓ કરવામા આવશે.

NSS ખાસ શિબિરનો મુખ્ય હેતુ હોય છે, સમાજમા સ્વચ્છતા, શ્રમ, સામાજિક સેવાકાર્ય, પર્યાવરણ જાળવણી, પાણીનો સંચય અને સંરક્ષણ કરવું, અંધશ્રદ્ધાનું નિવારણ કરવું, વ્યસન મુક્તિ અંગે શેરી નાટકો ભજવી વ્યસન મુક્તિ માટે સંદેશો પહોંચાડવો, મતદાન અંગે જનજાગૃતિ લાવવી, સમાજના ઉત્થાન માટે લોકોને પ્રોત્સાહિત કરવા, અકસ્માતમા મૃત્યું પામતા લોકોને રોડ સેફ્ટી અંગે જાગૃતિ લાવવી, દેશના વિકાસ માટે લોકોને જાગૃત કરવા વગેરે જેવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજને સંદેશો આપવો અને સમાજના ઉત્કર્ષ માટે પ્રયત્નો કરવાના હોય છે.

સાત દિવસીય શિબિરનો ઉદઘાટન સમારંભના અધ્યક્ષ તરીકે ડાંગ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.વિપીન ગર્ગ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિબિરાર્થીઓ તેમજ ગ્રામજનોને સામાજિક સેવાકાર્ય તેમજ પર્યાવરણ જાળવણી અને વ્યસન મુક્તિ અંગે પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજના આચાર્યશ્રી ડો.ઉત્તમ ગાગુર્ડે દ્વારા પણ સાત દિવસીય શિબિર માટે સતત માર્ગદર્શન પુરુ પાડયુ હતુ.

આ સમારોહમા જિલ્લા સદસ્યશ્રી શ્રીમતી મયનાબેન બાગુલ, ગામના સરપંચશ્રી યમુનાબેન આર.વાઘ તેમજ ગામના સામાજિક કાર્યકરો અને વડિલશ્રીઓ તથા કોલેજના અધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *