ડાંગ દરબાર-2023ના આયોજન અંગે બેઠક યોજાઇ

સંભવિત તા.2 થી 6 માર્ચ સુધી હોળી પહેલા ડાંગ દરબાર યોજાશે

રીપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: 01: ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેદ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામા આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમા ડાંગ જિલ્લાના રાજવીઓ સાથે ડાંગ દરબાર-2023ના આયોજન અંગે બેઠક યોજાઇ હતી.

ડાંગ દરબારનો મેળો પરંપરાગત રીતે દર વર્ષે યોજવામા આવે છે. આ મેળો હોળીના પાંચ દિવસ પહેલા યોજવામા આવે છે. ડાંગ દરબારનુ ઉદ્ધાટન માન.રાજ્યપાલના હસ્તે કરવામા આવે છે. રાજ્યપાલ દ્વારા ડાંગ જિલ્લાના પાંચ રાજવીશ્રીઓનુ સન્માન કરવામા આવે છે.

ચાલુ વર્ષે ડાંગ દરબાર યોજવા અંગે તંત્ર દ્વારા આયોજનની બેઠક બોલાવામા આવી હતી. જેમા સંભવિત તા.2 થી 6 માર્ચ સુધી હોળી પહેલા ડાંગ દરબાર યોજવાનુ નક્કી કરવામા આવ્યુ હતુ.

જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડમા યોજાયેલ બેઠકમા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, અધિક નિવાસી કલેક્ટર શ્રી પી.એ.ગાવીત, પ્રાંત અધિકારી શ્રી એસ.ચૌહાણ, રાજવી શ્રી કિરણસિંગ યશવંતરાવ ગાઢવી, શ્રી તપતરાવ આનંદરાવ દહેર, શ્રી છત્રસિંહ ભવરસિંહ લીંગા, શ્રી ધનરાજસિંહ ચંદ્રસિંહ વાસુર્ણા, શ્રી ત્રીકમરાવ સાહેબરાવ પીંપરી, તેમજ આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચંદભાઇ, ઉપ સરપંચ શ્રી હરિરામભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *