ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ માતાનાં મઢે માં આશાપુરાના આશિષ લઈને આજનાં દિવસનાં પ્રચારની શરૂઆત કરી હતી

બડાસા વિધાનસભા ચુંટણી પ્રચાર કરવાના સમયમાં ગણતરીના દિવસોજ બાકી છે ત્યારે આજ રોજ ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ તા.૨૭.૧૦.૨૦૨૦ ના સવારે માતાનાં મઢે માં આશાપુરાના આશિષ લઈને આજનાં દિવસનાં પ્રચારની શરૂઆત કરી હતી. સૌ પ્રથમ તેઓએ ભારતીય જનતા પક્ષનાં મોથાળા ખાતે પક્ષનાં કાર્યાલયની મુલાકાત લીધી હતી અને હાજર રહેલ સર્વે કાર્યકરોને ચુંટણી પ્રચાર કરવા બાબતે સલાહ સૂચન સાથે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ મોથાળા ગામનાં વિવિધ વિસ્તારોમાં પ્રચાર અર્થે લોકો સાથે મુલાકાતો ગોઠવીને ભાજપ તરફી ચુંટણી પ્રચાર કર્યો હતો. ત્યારબાદ રાયધણપર, વીંઝાણ, ડુમરા, ગેબી મતિયા ધામ સ્થાનકે, વરાડીયા, કોઠારા વગેરે ગામોની મુલાકાત લીધી હતી અને ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાને મત આપીને તેમણે વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ગ્રામજનો ને કરેલા સંબોધનમા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા કે જેઓ શ્રી હંમેશા અબડાસા વિસ્તારના વિકાસ માટે રજૂઆત કરતાં આવ્યા છે એવ સરળ સ્વભાવનાં ઉમેદવાર શ્રી જાડેજાને મત આપવાહાકલ કરી હતી. શ્રી જાડેજા પોતે પોતાનાં અંગત સ્વાર્થ માટે નહીં પરંતુ ભાજપમાં જોડાવાથી અબડાસાનો ઝડપી અને સર્વાંગી વિકાસ થશે એમ વિચારીને તેમણે ભાજપ સાથે જોડાણ કર્યું છે અને તેમનું ભાજપ સાથેનું જોડાણ અંગત લાભ માટે ન હોવાનો ખુલાસો કર્યો હતો. વધુમાં ધારાસભ્યશ્રી એ જણાવ્યુ હતું કે તેમણે રજૂ કરેલા પ્રશ્નો જેવાકે અબડાસા સુધી નર્મદાનું પાણી પહોચાડવું, એપીએમસી ને લગતા પ્રશ્નો, બસ સ્ટેશનનું અધૂરું કામ પૂરું થવું વગેરે પ્રશ્નો નાં નિરાકરણ માટે શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, ભાજપનાં ઉમેદવાર ને મત આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રવાસમાં ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી સાથે પ્રચાર કાર્યમાં ભાજપ અગ્રણી શ્રી રામજીભાઇ ધેડા, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખશ્રી કાનજીભાઇ ભર્યા, જીલ્લા ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન શ્રી નરેશભાઇ મહેશ્વરી (જીલ્લા પંચાયત સદસ્ય), ગાંધીધામ નગરપાલિકાનાં નગરસેવિકા-સેવકો શ્રી ચંદ્રિકાબેન દાફડા, શ્રી ક્રિષ્ના રાઓ, શ્રી સુરેશ ગરવા, શ્રી પ્રવીણ ધેડા, સરી કમલ શર્મા, તથા અન્ય આગેવાનોમાં શ્રી શ્રી ખજૂરીયાભાઈ વાલજીભાઇ, શ્રી અર્જુનભાઈ દાફડા, ગણેશનગર મહેશ્વરી સમાજના પ્રમુખશ્રી હીરાભાઈ ધૂવા, શ્રી ઇશ્વરભાઇ ડગરા, શ્રી કિશોરભાઈ તેમજ ખુબજ મોટી સંખ્યામાં કાર્યકરો તથા ગ્રામજનો એકઠા થયા હતા અને ભાજપ તરફી મતદાન કરવાની ખાતરી આપી હતી.

અજય ખત્રી કચ્છ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *