









ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે ૨૦૨૨-૨૩માં શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી અરવિંદ ઘોષના જીવન કવન પર આધારિત વકૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા બે વિભાગમાં યોજાશે. જેમાં વિભાગ “અ” ૧૫ વર્ષથી ઉપરના અને ૧૯ વર્ષ સુધીના તેમજ વિભાગ “બ” ૧૯વર્ષ ઉપરના અને ૩૫ વર્ષ સુધીના ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ રજીસ્ટ્રેશન ફોર્મ ગાંધીનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, સી વિંગ, છઠ્ઠો માળ ,સહયોગ સંકુલ સેક્ટર-૧૧ ગાંધીનગર ખાતેથી મેળવી, પરત તારીખ ૦૮/૦૨/૨૦૨૩ સુધી મોકલવાનું રહેશે. તેમજ રાજ્યકક્ષાની ત્રણેય સ્પર્ધામાં વિજેતા થયેલ પ્રથમ ૧૦ સ્પર્ધકોને વિનામૂલ્યે પોંડીચેરી ખાતેના શ્રી અરવિંદો આશ્રમની મુલાકાતે સરકારશ્રીના ખર્ચે લઈ જવામાં આવશે. વધુ વિગતો માટે કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તેમ ગાંધીનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી તેજલબેન ચૌહાણ દ્વારા જણાવાયું છે