



કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ના હસ્તી તળાવ પાસે આવેલ અર્બન હેલ્થ સેન્ટર 2 ખાતે 0.થી 18 વર્ષ સુધીના બાળકો માટે વિના મુલ્યે નિદાન અને ઓપરેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ,ભરૂચ જિલ્લા ના અન્ય તાલુકા ઓ માંથી પણ કેમ્પ નો લાભ લેવા માટે અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા બાળકો ને તેના માતાપિતા સાથે ઘરે થી લાવવા અને પરત મુકવા જવા માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ની આર બી એસ કે વાન ની વ્યવસ્થા કરવામાં આવી હતી
મુખ્ય મંત્રી અમૃતમ અને આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ભરૂચ ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર 2 ના સંયુક્ત ઉપક્રમે તેમજ અમદાવાદ ની જયદીપ હોસ્પિટલ ના સૌજન્ય થી 0.થી 18 વર્ષ ના બાળકો માટે અંકલેશ્વર ના હસ્તી તળાવ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિના મુલ્યે નિદાન અને વિના મુલ્યે ઓપરેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ આ કેમ્પ માં ભરૂચ જિલ્લા ના અન્ય તાલુકા ઓ માંથી બાળકો આ કેમ્પ નો લાભ લઇ શકે તે માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ની આર બી એસ કે વાન ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી વાન માં બાળકો અને તેના માતાપિતા સાથે તેઓ ના ઘરે થી લઇ આવી અને પરત ઘરે મુકવા જવા સુધી ની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી ,આ કેમ્પ માં જયદીપ હોસ્પિટલ ના બાળકો ના નિષ્ણાંત તબીબ ડોક્ટર જયુલ કામદાર અને ડોકટર નિશ્ચલ નાયકે બાળકો નું નિદાન કર્યું હતું અને ઓપરેશન ની જરૂરિયાત ધરાવતા બાળકો ને વિના મુલ્યે અમદાવાદ ની હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે .આ કેમ્પ માં અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા . અર્બન હેલ્થ સેન્ટર ના મેડિકલ ઓફિસર ડોક્ટર નિરાલી પટેલ ,સહીત આરોગ્ય વિભાગ ના તબીબો અને નર્સિંગ સ્ટાફ સહીત બાળકો સાથે વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
