
વિજ્ઞાન અને ઈજનેરી ક્ષેત્રે અદ્વિતીય યોગદાન બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા


કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
પ્રો. ડો.મહેન્દ્રપાલજીને વિજ્ઞાન અને ઈજનેરી ક્ષેત્રે ગુજરાત સહિત ભારતનું નામ ઉજાગર કરવા બદલ આઝાદીના અમૃતકાળમાં ૨૬મી જાન્યુઆરીએ “પદ્મશ્રી” પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતાં. પ્રો. ડો. મહેન્દ્રપાલને જિલ્લાના સમાહર્તા શ્રી તુષાર સુમેરાએ શુભેચ્છા મુલાકાત કરી પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવી ગુજરાત સરકાર દ્વારા એનાયત કરવામાં આવેલ પ્રશસ્તિપત્ર આપ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે પ્રો. ડો. મહેન્દ્રપાલ અને તેમના કુંટુંબીજનો સાથે હળવાસની પળો માણતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વગુરૂ શીર્ષસ્થ કરવાની નેમ રાખી છે. તેથી જ સર્વાંગી ક્ષેત્રે જે કંઈ સારું છે, અનેરું છે. તેને પ્રોત્સાહન મળતું રહે તેવી તેમની કાર્યશૈલી રહી છે. ગુજરાત અને ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.
ડો.પાલને પશુપાલન અને ખાસ કરીને પશુ ચિકિત્સા ક્ષેત્રે સંશોધનો કરનારા જૂજ વીરલાઓમાં અદ્વિતીય પ્રદાન બદલ “પદ્મશ્રી” પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે ગુજરાતને નામના અપાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. આવા અદ્વિતીય યોગદાન બદલ ભરૂચના પ્રો. ડો. મહેન્દ્રપાલને પદ્મશ્રી થી પુરસ્કૃત કરવામાં આવ્યાં છે.
આ શુભેચ્છા મુલાકાતમાં અધિક નિવાસી શ્રી એન.આર.ધાધલ, ભરૂચના પ્રાંત અધિકારી શ્રી જાડેજાએ પણ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા હતા



ડૉક્ટર મહેન્દ્રપાલનો જીવન પરિચય:-
ડો.મહેન્દ્ર પાલે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જાણીતા અને ખ્યાતનામ વૈજ્ઞાનિક તેમજ શ્રેષ્ઠ શિક્ષણવિદ્ છે. તેમણે ભારતના નોઈડા ખાતે યોજાયેલા સંમેલનમાં છઠ્ઠો “એકેડેમિક બ્રિલિયન્ટ એવોર્ડ- ૨૦૧૮”મેળવ્યો હતો.
ડોક્ટર પાલે ભારત તથા વિદેશમાં પશુ ચિકિત્સક તથા મેડિકલ કોલેજ જેવા ક્ષેત્રે પોતાની સેવા આપી હતી. આ ઉપરાંત તેમણે ૬૦૧ જેટલા સંશોધન પેપર રજૂ કર્યા છે. આ ક્ષેત્રને લગતા ૮ જેટલા પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. વધુમાં તેમણે વિદ્યાર્થી જગતમાં આદરણીય સ્થાન મેળવ્યું છે.
તેઓએ ન્યૂઝીલેન્ડ, સાઉથ કોરિયા, નેપાળ, ઇથોપિયા, બેલ્જિયમ, જાપાન અને યુએસના ઘણા વૈજ્ઞાનિકો સાથે મળીને સંશોધન પેપરો રજૂ કર્યા છે .
પ્રો. પાલને ખ્યાતનામ એવા ડિસ્ટ્રીબ્યુટ એવોર્ડ સાથે જુદા જુદા એવોર્ડ્સ મળ્યા છે. જેમાં ડિસ્ટીંગ વિસ્ડ ટીચર એવોર્ડ, જવાહરલાલ નેહરું એવોર્ડ, બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન એવોર્ડ,બેસ્ટ રીવ્યું આર્ટીકલ એવોર્ડ જેવા નામી અનામી ક્ષેત્રના એવોર્ડ તેમણે પોતાની આ જીવનયાત્રા દરમિયાન મેળવી લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
તાજેતરમાં જ ઇન્ડિયન એસોસિએશન પબ્લિક હેલ્થ ક્ષેત્રમાં ‘’લાઈફ ટાઈમ એચિવમેન્ટ’’નો એવોર્ડ પણ મળ્યો છે. તેઓ પહેલા એશિયા ખંડના પ્રથમ વ્યક્તિ છે. જેમણે ડેપ્યુટી એડિટર માઈક્રોસીસમાં જર્નલને સંપાદીત કર્યું હતું. જે જર્મનીમાંથી પબ્લિસ થયું હતું.
ડો. પાલ પ્રથમ ભારતીય છે જેમણે “જેએસપીએસ” વીઝીટીંગ ફેક્લટી તરીકે જાપાનમાં કામ કર્યું છે.
તાજેતરમાં ઇન્ડિયન વેટરિટનરી એસોસિએશન દ્વારા તેમની યાદ અને તેમના કામને સન્માનિત કરીને તેમના નામથી “મહેન્દ્ર પાલ ઝુનોસિસ”નામથી એવોર્ડ આપવાની શરૂઆત કરી છે. જેના કારણે વેટરનરી અને પબ્લીક હેલ્થ ક્ષેત્રે કાર્યરત નેશનલ રિસર્ચ વર્ક કરતા યુવા વૈજ્ઞાનિકોને આ એવોર્ડ થકી નવાજ્વામાં આવે છે. તેઓ ઘણા માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
તેમણે એપીઆરએમ,અગર(ફૂગ) સૂર્યમુખીના બીજમાંથી કલ્ચર મીડિયમ(પાલ મીડિયમ) પીએચઓએલ સ્ટેન,નારાયણ સ્ટેન્ડ વગેરે પ્રોફેસર શ્રી પાલે વિકસાવ્યા છે. વધુમાં ૪૭ વર્ષથી વધુનાં રીસર્ચ ક્ષેત્રના સમયગાળામાં તેમણે પ્રાણીઓ તથા માનવશરીરમાં ફુગના કાર્યની વિસ્તૃતી પણ સમજાવીને વેટરનરી માઈકોલોજી ક્ષેત્રે અદ્રિતય યોગદાન આપ્યું છે.
૪૭ વર્ષથી પણ વધારે પશુપાલન અને પશુચિકિત્સા ક્ષેત્રમાં સતત યોગદાન આપ્યું છે નિરંતર યોગદાન માટે ઉત્કૃષ્ટ કામગીરી એચીમેન્ટ સિદ્ધિઓ માટે તેમને “ફાધર ઓફ વેટરનરી માઈકોલોજી ”નું બિરુદ પણ મેળવી છે.
તેમણે જીવંત પર્યત પશુપાલન અને પશુચિકિત્સા ક્ષેત્રે કાર્યરત યુવાનોને માર્ગદર્શક બનીને પથદર્શક બનવાની નેમ વ્યક્ત કરી હતી.
