અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન” અંતર્ગત રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા એન્ટી લેપ્રસી ડે” નિમિત્તે “સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન” હેઠળ અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારો માં 30 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી વિવિધ માધ્યમો થકી રક્તપિત્ત જનજાગૃતિનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે..

રક્તપિત્ત મુક્ત બનાવવાના હેતુસર“એન્ટી લેપ્રસી ડે” નિમિત્તે “સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન નું આયોજન કરવામાં આવ્યું છે,જે અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા ને રક્તપિત્ત મુક્ત બનાવવા માટે 30 જાન્યુઆરી થી એક પખવાડિયા સુધી રક્તપિત્ત જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે આ અભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારો માં વિવિધ ટીમો દ્વારા લોકો ને રક્તપિત્ત નિર્મુલન પ્રતિજ્ઞા, પ્રજોજોગ સંદેશ, રક્તપિત્ત વિશે જાણાકારીની પ્રશ્નોત્તરી તેમજ રક્તપિત્ત જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ, ભવાઇ અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે,અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોકટર સુશાંત કઠોરવાલા ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ તેમજ શહેર ના અર્બન હેલ્થ સેન્ટર ની ટિમો દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો માં સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન હાથ ધરી જનજાગૃતિ પત્રિકાઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *