અંકલેશ્વર માં મોઢેશ્વરી માતંગી માતાજી નો પાટોત્સવ ઉજવવામાં આવ્યો.

મોઢ જ્ઞાતિજનોના કુળદેવી મા મોઢેશ્વરી માતાજી નો પાટોત્સવ અનેરું મહત્વ : કર્ણાટ નો વધ માતાજી કરતા વિજયને વધાવી પાટોત્સવ ઉજવાયો તે દિવસ એટલે મહા સુદ તેરસ હતા. : અંકલેશ્વર મોઢ ઘાંચી સમાજ દ્વારા મોઢેશ્વરી ભવન ખાતે યજ્ઞ તેમજ મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું : ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર માં મોઢેશ્વરી માતંગી માતાજી નો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.મોઢ જ્ઞાતિજનો ના કુળદેવી મા મોઢેશ્વરી માતાજી નો પાટોત્સવ અનેરું મહત્વ છે. કર્ણાટ નો વધ માતાજી કરતા વિજયને વધાવી પાટોત્સવ ઉજવાયો તે દિવસ એટલે મહા સુદ તેરસ હતા. ત્યારથી આજના દિવસે મોઢેશ્વરી માતાજી પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે. અંકલેશ્વર મોઢ ઘાંચી સમાજ દ્વારા મોઢેશ્વરી ભવન ખાતે યજ્ઞ તેમજ મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું.

મોઢ જ્ઞાતિજનોના કુળદેવી મા મોઢેશ્વરી માતાજી અદ્ભુત તથા દિવ્ય સ્વરૂપ ધરાવતા મા મોઢેશ્વરી માતાજી નો મોઢેરા ખાતે મહા સુદ તેરસ પાટોત્સવ છે. સમગ્ર મોઢ જ્ઞાતિજનો મા મોઢેશ્વરી માતાજી ની અપાર કૃપા ઝંખતા ઝંખતાં તેમના પાટોત્સવની પોતાની શક્તિ મુજબ ઉજવણી કરે છે. મા મોઢેશ્વરી નું એક નામ માતંગી માતા છે. મા માતંગી ના મોઢેરામાં જ્યાં સ્થાન છે ત્યાં ભક્તો સતત અવિરત આવ્યા કરે છે. માના દર્શન કરી ભક્તો ધન્ય બને છે. અહીં મહા સુદ તેરસ માં નો પાટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. વર્ષો પહેલાં મોઢેરાના આ પ્રદેશમાં કર્ણાટ નામનો ભયંકર દૈત્ય ક્યાંથી આવી ચડ્યો. તે અહીં આવતાં તમામ નર નારીને લૂંટતો. નાનાં બાળકો તથા સ્ત્રીઓ ખૂબ ક્રૂરતાથી મારતો હતો. આ રાક્ષસ કર્ણાટ ના ત્રાસથી મોઢ બ્રાહ્મણો તથા મોઢ વાણિયા મા માતંગી ના શરણે ગયા. મા ને ખૂબ લાગણી તથા ભક્તિથી પ્રાર્થના કરી માને પ્રસન્ન કર્યા. ભક્તોના દુઃખ જોઈ મા દયાર્દ્ર થઈ ગયાં. તેમણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. તેમનું મોં ગુસ્સાથી વિકરાળ બની ગયું. તેમના મોંમાંથી એક એક યોજન લાંબી અગનજ્વાળા નીકળવા લાગી. તેમના હિંગોળાં જેવા નેત્ર લાલઘૂમ થયા. તેમને અઢાર હાથ છે. તેમણે દરેક હાથમાં અસ્ત્ર તથા શસ્ત્ર ધારણ કર્યાં છે. અસ્ત્ર એટલે હાથમાંથી ફેંકીને વપરાતું આયુધ. જેમાં બરછી, ભાલો વગેરેનો સમાવેશ થાય છે. શસ્ત્ર એટલે હાથમાં પકડીને કરાતો દુશ્મન ઉપરનો શસ્ત્ર પ્રહાર. દા.ત. તલવાર, પટ્ટીશ વગેરે. હવે માતાજી તથા કર્ણાટ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. માતાજી જે અસ્ત્ર વાપરે તેનાથી ભયંકર અસ્ત્ર કર્ણાટ વાપરતો હતો. ખૂબ લાંબું આ યુદ્ધ ચાલ્યું. અંતે માતાજીનો વિજય થયો. કર્ણાટનો વધ થયો. સમસ્ત નગરજનો આ જોઈ ખૂબ આનંદમાં આવી ગયા. તેમણે ખૂબ ધામધૂમથી આ વિજયને વધાવી માનો પાટોત્સવ ઉજવાયો . આ દિવસે મહા સુદ તેરસ હતા. ત્યારથી આ દિવસે મોઢ સમાજ ના કુળદેવી મોઢેશ્વરી માતંગી માતાજી નો પાટોત્સવ મહાસુદ તેરસ ના દિવસે ઉજવવામાં આવ્યો હતો, અંકલેશ્વર મોઢ ઘાંચી સમાજ દ્વારા સમાજ ની વાડી મોઢેશ્વરી હોલ ખાતે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક નવચંડી યજ્ઞ કરવા આવ્યો હતો. નવચંડી યજ્ઞ મા સમાજ ના કારોબારી સભ્યો, ટ્રસ્ટી ઓ તથા સમાજ ના લોકો હાજર હતા. મહામારી કોરોના ના બે વર્ષ પછી ફરી આ વર્ષે મોઢ સમાજ ના લોકો ઉત્સાહભેર પટ્ટોત્સવ ની ઉજવણી માં સામેલ થયા હતા આજે સવારે સમાજની વાડી મોઢેશ્વરી હોલ ખાતે શાસ્ત્રોક્ત વિધિ થી માતાજી ની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યાર બાદ બપોરે માતાજી ની શોભાયાત્રા નીકળી હતી જેમાં મહિલા સહિત સમાજના લોકો જોડાયા હતા શોભાયાત્રા શહેરના માર્ગો પર ફરી હતી જેનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રા નું સમાપન રમણ મુળજી હોલ ખાતે પહોંચી હતી જ્યાં મહા આરતી તથા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *