શિક્ષણની ગુણવત્તાને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવાની વધુ એક અભિનવ પહેલ

ગુજરાતની ર૦ હજાર જેટલી સરકારી શાળાઓમાં અદ્યતન ફિઝીક્લ, ડિઝીટલ અને લર્નીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન દ્વારા દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન ‘મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ’નો આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજીની પ્રેરણાથી સફળતાપૂર્વક અમલ થઇ રહ્યો છે.

આ મિશનની સફળતાને પગલે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીના નેતૃત્વમાં રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તાને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવાની વધુ એક અભિનવ પહેલ કરી છે, ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે OECD પેરિસના માન. ડાયરેક્ટર શ્રીયુત એન્ડ્રીઆસ સ્લાયશર, માન. મંત્રી શ્રી Dr Kuber Dindorજી અને વરિષ્ઠ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ એગ્રીમેન્ટ સંપન્ન થયા હતા.

રાજ્યના શિક્ષણ વિભાગે આ એગ્રીમેન્ટ દ્વારા વાસ્તવિક સ્વરૂપ આપવા દેશભરના રાજ્યોમાં પ્રથમ પ્રશસ્ય પહેલ કરી છે.

આવનારા સમયમાં ગુજરાતની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને PISAમાં સહભાગીતા માટે સક્ષમ બનાવવા PISA બેઇઝ્ડ ટેસ્ટ ફોર સ્કૂલ્સ PBTS હવે આવી શાળાઓમાં લેવામાં આવશે, જે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓના ગ્રેડ એપ્રોપ્રિયેટ લર્નિંગ આઉટ કમ અને લાઇફ એપ્લિકેશન સ્કિલ્સ ઇન્ટરનેશનલ સ્તરના બનાવવામાં મહત્વપૂર્ણ પૂરવાર થશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *