તાપી જિલ્લામાં આગામી ૨૨મી ફેબ્રુઆરીએ તાલુકા અને ૨૩મી ફેબ્રુઆરીએ જિલ્લા“સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

રિપોર્ટર. સમીર શાહ. વ્યારા.

સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા ફેબ્રુઆરી ૨૦૨૩નો “તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા ૨૨મી, બુધવાર તથા ૨૩મી ગુરુવારે જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

જેમાં ૨૨મી ફેબ્રુઆરીએ ડોલવણ તાલુકામાં કલેક્ટરસુશ્રી, ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી,ડોલવણ ખાતે સવારે-૧૧ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે, ઉચ્છલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.વાલોડ તાલુકામાં પોલીસ અધિક્ષકશ્રી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે , વ્યારા તાલુકામાં જિલ્લા પ્રાયોજન વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે, કુકરમુંડા તાલુકામાં ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે, સોનગઢ તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી,વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે, નિઝર તાલુકામા પ્રાંત અધિકારીશ્રી નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.

જયારે તાપી જિલ્લાનો માહે. ફેબ્રુઆરી -૨૦૨૩ નો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૦૨/૨૦૨૩ ગુરુવારના રોજ કલેક્ટર કચેરી તાપી ખાતે યોજાશે.
અરજદારોના પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તા. ૧૫/૦૨/૨૦૨૩ સુધીમાં સંબધિત તાલુકાના મામલતદારશ્રીને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે,તથા જિલ્લા કક્ષાની સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ જિલ્લાના સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે , એમ તાપી જિલ્લા કલેક્ટરશ્રી તાપી – વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *