(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’
મારા જિંદગીના પ્રકરણની…
ખાલી જગ્યા કંઇક એવી છે દોસ્ત,
કોઈથી ન પૂરી શકાય એવી છે દોસ્ત.
જટિલતા એની એવી એવી છે દોસ્ત,
ભલભલા પાણી ભરે છે દોસ્ત.
જીવન શતરંજ ના ખેલાડીઓ પણ,
હથિયારો હેઠા મૂકે છે દોસ્ત.
જવાબો શું છે , ખબર છે મને,
જવાબો આવતા ગભરાય છે દોસ્ત.
જવાબો અઘરા છે.. કાં પામર પ્યદાઓ છે,
કક્ષા બહારનો કદાચ, દુનિયાની સાપેક્ષમાં છું દોસ્ત.
પ્રકરણ અભ્યાસક્રમનું ‘શિલ્પી’ ! કાં તે બહારનું છે,
ઠીક છે બધું પણ, હકીકત આ મારી છે દોસ્ત.
