ગુજરાત ભાજપા પ્રદેશ મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની આગામી પેટા ચૂંટણી અન્વયે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ,નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ સહિત કેન્દ્રીય મંત્રીશ્રીઓ,ભાજપાના સ્ટાર પ્રચારકો અને પ્રદેશ ભાજપાના અગ્રણીઓ આઠે – આઠ વિધાનસભા બેઠકો પર વાયુવેગે ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.
આવતીકાલે ૨૯ ઓક્ટોબરે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલનો ગઢડા અને ધારી વિધાનસભા ક્ષેત્રનો અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલનો અબડાસા તથા કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાનો કરજણ વિધાનસભા ક્ષેત્ર અંતર્ગત ચુંટણી પ્રવાસ યોજાશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ આવતીકાલે ૨૯ ઓકટોબરના રોજ ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવારશ્રી આત્મારામભાઇ પરમારના સમર્થનમાં ધોળા, તા. ઉમરાળા ખાતે સવારે ૧૦:૦૦ કલાકે સુગર મીલ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધશે અને બપોરે ૧૨:૧૫ કલાકે હનુમાનદાસ બાપુ ફાર્મ ખાતે સામાજિક અગ્રણીઓ,વેપારી આગેવાનો અને જુદા જુદા સમાજના શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તેઓ બપોરે ૧:૫૦ કલાકે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની મુલાકાત લેશે.
આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ ધારી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવારશ્રી જે.વી કાકડીયાના સમર્થનમાં બગસરા ખાતે બપોરે ૩:૧૦ કલાકે ધારી વિધાનસભા ક્ષેત્રના સરપંચશ્રીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહી બપોરે ૪:૦૫ કલાકે સર્વાંગી વિકાસ ટ્રસ્ટના ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધશે.
જ્યારે ૨૯ ઓક્ટોબરે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અબડાસા બેઠકના ભાજપા ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં બપોરે ૪:૦૦ કલાકે દયાપર, તા. લખપત અને સાંજે ૬:૦૦ કલાકે વિથોણ, તા.નખત્રાણા ખાતે જાહેર સભાઓ સંબોધશે.
આ ઉપરાંત ૨૯ ઓકટોબરના રોજ કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા કરજણ વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવારશ્રી અક્ષયભાઈ પટેલના સમર્થનમાં સાંજે ૫:૦૦ કલાકે, પોર, તા. વડોદરા અને સાંજે ૬:૩૦ કલાકે સાધલી, તા. શિનોર ખાતે જાહેર સભાઓ સંબોધશે.
જ્યારે ૨૯ ઓકટોબરે કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા ગઢડા વિધાનસભા સીટ ના ભાજપા ઉમેદવાર શ્રી આત્મારામ ભાઈ પરમારના સમર્થનમાં સાંજે ૬:૦૦ કલાકે ગઢડા ખાતે પટેલ સમાજની વાડીમાં નવા મતદાતાઓ સાથેની બેઠકમાં અને ત્યારબાદ સાંજે ૭:૧૫ કલાકે રણીયાળા, તા. ગઢડા ખાતે પાટીદાર સમાજ ના અગ્રણીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.
- આગામી પેટા ચૂંટણી અન્વયે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ સહિત કેન્દ્રીય મંત્રીશ્રીઓ, ભાજપાના સ્ટાર પ્રચારકો અને પ્રદેશ ભાજપાના અગ્રણીઓનો આઠે – આઠ વિધાનસભા બેઠકો પર ચૂંટણીપ્રચાર પૂરજોશમાં
- મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલનો ગઢડા અને ધારી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલનો અબડાસા તથા કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાનો કરજણ અને કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા નો ગઢડા વિધાનસભા ક્ષેત્ર અંતર્ગત ચુંટણી પ્રવાસ યોજાશે
- મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ ૨૯ ઓકટોબરના રોજ ગઢડા વિધાનસભાના ધોળા, તા. ઉમરાળા ખાતે જાહેરસભાને સંબોધશે અને સામાજિક અગ્રણીઓ, વેપારી આગેવાનો અને જુદા જુદા સમાજના શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.તેમજ સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની મુલાકાત લેશે.
- આ ઉપરાંત ૨૯ ઓકટોબરે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ ધારી વિધાનસભા સીટના બગસરા ખાતે ધારી વિધાનસભા ક્ષેત્રના સરપંચશ્રીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહી ત્યારબાદ સર્વાંગી વિકાસ ટ્રસ્ટના ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધશે.
- નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં દયાપર, તા. લખપત અને વિથોણ, તા. નખત્રાણા ખાતે જાહેર સભાઓ સંબોધશે.
- ૨૯ ઓકટોબરના રોજ કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા કરજણ વિધાનસભા ક્ષેત્રમાં પોર, તા. વડોદરા અને સાધલી, તા. શિનોર ખાતે જાહેર સભાઓ સંબોધશે.
