રાજકોટ રામેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રિ મહોત્સવની ઉજવણી થશે

જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત રામેશ્વર મહાદેવ મંદિર, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે મહાશિવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો, બપોરના ૧ર કલાકે સામુહિક ફરાળ પ્નસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરના શિવભક્ત વિજયભાઈ જોબનપુત્રા, સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસની સંયુકત યાદીમાં જણાવાયું છે કે શનિવાર તા. ૧૮ મી ફેબ્રુઆરીએ શિવરાત્રિ મહોત્સવ અંતર્ગત આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં સવારે ૪ કલાકે ભસ્મ આરતી, રૂદ્રાભિષેક, પૂજન–અર્ચન, દિપમાલા, મહાઆરતી ભાવપૂર્વક કરવામાં આવશે. શિવ ગર્ભગૃહમાં કોઈપણ શ્રદ્ધાળુ પૂજા–પાઠ, અનુષ્ઠાન કરી શકશે. ધોતીયું–મુગટો પહેરીને શ્રદ્ધાળુ ભાગ લે તેવો આગ્રહ છે. મંદિરને શણગારવામાં આવશે. રાત્રિના ૧ર કલાકે મહાઆરતીની વિધિ–વિધાન સાથે સંપન્ન કરવામાં આવશે.
શિવભક્ત વિજયભાઈ જોબનપુત્રાએ જણાવ્યું કે જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમીપાર્ક આસપાસના રહીશો સામુહિક ફરાળમાં ભાગ લઈ શકશે. મંદિરના શ્રદ્ધાળુઓ પ્નતિ વર્ષ હાજરીઆપે છે. ત્રિપર્વ આરતી, રૂદ્રાભિષેક, પ્નભાત ફેરી, મંદિરનું સુશોભન, શણગારથી સજ્જ કરી શિવમય વાતાવરણ ઉભું કરવામાં આવશે. રૈયા રોડ ઉપરનું માનવતાવાદી માનવ મંદિર સાબિત થયું છે. પ્નત્યેક શ્રદ્ધાળુઓની લાગણી ધ્યાનમાં લેવામાં આવશે.
મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટે ધાર્મિક કાર્યક્રમોની જવાબદારીમાં સત્સંગ, મહાઆરતી, દિપમાલા માટે વ્યવસ્થા સંભાળશે. ભાંગના પ્નસાદનું વિતરણ કરવામાં આવશે. રૂદ્રીના પાઠ, સ્તવન, પૂજન શ્રદ્ધાળુ પોતે કરી શકે તેવી બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મંદિરને એલ.ઈ.ડી. લાઈટથી રોશની કરાશે. ફરાળની સમય મર્યાદા બપોરના બે સુધી રાખવામાં આવી છે. આ મંદિરમાં સવિશેષ શ્રદ્ધાળુઓ પરિવાર સાથે આવવાનું પસંદ કરે છે. શિવરાત્રિ મહોત્સવમાં પૂજાવિધિમાં વોર્ડ નં. ૧૦ ના કોર્પોરેટરો જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયા, નીરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, શહેર ભા.જ.પ. ના ઉપપ્નમુખ પરેશભાઈ હુંબલ, પૂર્વ નગરસેવક અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડના પ્નમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી પરેશભાઈ તન્ના, હરેશભાઈ કાનાણી તથા વોર્ડના હોદ્દેદારો હાજરી આપવાના છે. મંદિરના ધાર્મિક કાર્યક્રમો–પ્નસાદ વિતરણમાં મુકેશભાઈ પોપટ, વિજયભાઈ જોબનપુત્રા, વિનોદરાય ભટ્ટ, કેતનભાઈ મકવાણા, પાર્થ ગોહેલ, પંકજભાઈ મહેતા, અંકલેશ ગોહિલ, ગોવિંદભાઈ ગોહેલ, હસુભાઈ મોડેસરા, જતીન મોડેસરા, નયનેશ ભટ્ટ, વિનુભાઈ ઉપાધ્યાય, રાજેશ મોડેસરા, મહિલા મંડળના શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, અલ્કાબેન પંડયા, ભારતીબેન રાવલ, યોગીતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, જયોતિબેન પુજારા, હંસાબેન ચુડાસમા, પ્નફુલ્લાબેન બોરીચા, ભદ્રાબેન ગોહેલ, ગીતાબેન મહેતા, જયશ્રીબેન મોડેસરા, પ્નસન્નબા વાળા, નયનાબેન, સરોજબેન, અલ્પાબેન, ભાવનાબેન, પારૂલબેન, કુસુમબેન, કવિતાબેન, કૃતિબેન, ગુણીબેન, હીનાબેન, સગુણાબેન, આરતીબેન, વાસંતીબેન, વિજયાબેન સહિત શ્રદ્ધાળુઓ ભાગ લેવાના છે. શિવરાત્રિ મહોત્સવમાં શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખી પૂજાવિધિ પૂજારી પ્નવિણભાઈ જોષી કરાવશે. મંદિર તરફથી પૂજા વસ્તુ આપવામાં આવશે. જીવનનગર વિકાસ સમિતિના પ્નમુખ અને એડવોકેટ જયંત પંડયાની દેખરેખ નીચે તમામ આયોજનો માટે સમિતિ બનાવી છે. શિવરાત્રિની મુખ્ય કામગીરી વિજયભાઈ જોબનપુત્રા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *