આણંદ નગરપાલિકા દ્વારા G-20 સમિટ-૨૦૨૩ અંતર્ગત જનજાગૃતિ માટે સિટીવોક (મેરેથોન) યોજાઈ

સાંસદ શ્રી મિતેષભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

રિપોર્ટ : બીના પટેલ

*આણંદ, મંગળવાર ,ભારત દેશ આ વર્ષે G-20 સમિટ ની યજમાની કરી રહ્યુ છે, તેમજ ગુજરાતમાં G-20 સમિટની મહત્વની ૧૬ ઈવેન્ટ થવા જઈ રહી છે. ત્યારે સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ વિસ્તારમાં વસવાટ કરતા નગરજનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આ કાર્યક્રમોમાં સામેલ થાય તથા વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવા શુભ આશયથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા G-20 સમિટ વર્ષ-૨૦૨૩ના સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આણંદ નગરપાલિકા દ્વારા G-20 સિટિવોક (મેરેથોન) યોજાઈ હતી.

આણંદ ટાઉનહોલથી શાસ્ત્રી મેદાન સુધી યોજાયેલ આ સિટી વોકમાં સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ.ગઢવી, આણંદ નગરપાલિકા પ્રમુખશ્રી રૂપલબેન પટેલ, આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી આર.એસ.ગરવાલ, આણંદ નગરપાલિકાના પદાધિકારી/અધિકારીઓ, નગરસેવકો તેમજ નગરજનો સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હોવાનું આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીની એક યાદીમાં જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *