ડાંગ જિલ્લામા ત્રણેય તાલુકાઓમા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઈ

રિપોર્ટ અમરનાથ જગતાપ

આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર પ્રાયોજના વહીવટદારની કચેરી ડાંગ આહવા દ્વારા ન્યુ પેટર્ન યોજના હેઠળના સને 2023-24 ના કામોના તાલુકા કક્ષાના આયોજન માટે પ્રાયોજના વહીવટદાર શ્રી એમ.એલ.નલવાયા ડાંગ આહવાના અધ્યક્ષપણા હેઠળ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજવામા આવી હતી.

આહવા તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીના સભાખંડ આહવા ખાતે અને સુબિર તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક મામલતદારશ્રીની કચેરી, સુબિરના સભાખંડ તેમજ વધઇ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક મામલતદારશ્રીની કચેરી, વધઇના સભાખંડ ખાતે આયોજીત કરવામા આવેલ હતી. આ ત્રણેય બેઠકોમા માન. ધારાસભ્યશ્રી અને નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલની હાજરીમા તાલુકા પ્રમુખશ્રી, જીલ્લા પંચાયત શીટના ચૂટાયેલ સભ્યશ્રીઓ/પદાધિકારીશ્રીઓ અને જુદા જુદા ખાતાના અમલીકરણ અધિકીરશ્રીઓ હાજર રહ્યા હતા.

આહવા તાલુકામા સંભવિત જોગવાઈ રૂ. 407.76 લાખ, વધઇ તાલુકામા 297.58 અને સુબિર તાલુકામા રૂ.239.90 લાખના જુદા જુદા વિકાસના સદરો જેવા કે, પાકકૃષિ, પશુપાલન-ડેરી વિકાસ, મત્સ્યદ્યોગ, વન વિકાસ, ગ્રામ વિકાસ, રસ્તા અને પુલો, સિંચાઈ, પાણી પુરવઠો, ઉર્જા વિકાસ, સામાન્ય શિક્ષણ, તબીબી અને જાહેર આરોગ્ય, શ્રમ અને રોજગાર, ગ્રામ્ય અને લઘુ ઉદ્યોગ, પોષણ અને મધ્યાહન ભોજન જેવા સદરોમા તાલુકાની જે તે સદરોની જોગવાઈ મર્યાદામા જરૂરીયાત અને અગ્રિમતા મુજબના કામોનુ આયોજન  કરવામા આવ્યુ હતુ. 

બેઠકોમા તાલુકાના તમામ ગામોમા સર્વાંગી વિકાસલક્ષી યોજનાઓના અમલ બાબતે પણ વિગતે ચર્ચા-વિચારણા કરવામા આવી હતી અને જરૂરીયાત મુજબના વિવિધ કામોની રજુઆતો સાંભળી તેના અમલ બાબતે જે તે ખાતાના અધિકારીશ્રીઓને સકલનમા રાખી વિગતવાર જાણકારી અને ચર્ચા કરવામા આવી હતી.

પ્રાયોજના વહીવટદારશ્રી અને માન. ધારાસભ્યશ્રી તેમજ નાયબ મુખ્ય દંડકશ્રી દ્વારા સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ, હસ્તકની આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટેની વ્યકિતગત, રોજગારલક્ષી અને માળખાકીય સુવિધાની વિવિધ યોજનાઓના પારદર્શી અમલ બાબતે તમામ ખાતાના અમલીકરણ અધિકારીશ્રીઓને અનુરોધ કરવામા આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *