ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળાઓમા શૈક્ષણિક સંમેલનો યોજાયા

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

બાળકોમા રહેલ વિવિધ કૌશલ્યો, સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનુ કામ પ્રાથમિક શાળાના શિક્ષકો કરી રહ્યા છે. દસ વર્ષ પહેલા પ્રાથમિક શાળાઓમા શૈક્ષણિક સંમેલનો થતા હતા. ડાંગ જિલ્લાના શિક્ષણની આ મુખ્ય પ્રવૃત્તિ હતી. જે પ્રવૃત્તિ આ વર્ષથી ફરી શરૂ કરવામા આવી રહી છે. ડાંગ જિલ્લામા જુદી જુદી શાળાઓમા તા. 21 થી સંમેલનો યોજાઇ રહ્યા છે.

શૈક્ષણિક સંમેલનમા ધોરણ 1-2 ના બાળકો માટે વાર્તા સ્પર્ધા, ધોરણ ત્રણ થી પાંચ અને છ થી આઠ ના બાળકો માટે સુલેખન સ્પર્ધા, છ થી આઠ ના બાળકો માટે નિબંધ સ્પર્ધા, ધોરણ એક થી પાંચ અને ધોરણ ૧ થી ૮ ના બાળકો માટે મનોરંજન સ્પર્ધાઓ યોજાવામા આવી રહી છે. શૈક્ષણિક સંમેલનો ડાંગ જિલ્લાના કુલ 35 કેન્દ્રોમા અલગ અલગ સ્થળે તથા અલગ અલગ તારીખે, તા. 21-02-2023 થી 24-02-2023 દરમિયાન યોજાઇ રહ્યા છે.

આ શૈક્ષણિક પ્રવૃતિમા કેન્દ્ર કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર શાળા અથવા બાળકો જેઓ તાલુકા કક્ષાએ પોતાનુ પ્રતિનિધિત્વ કરશે. તા. 27-02-2023 ના રોજ તાલુકા કક્ષાએ શૈક્ષણિક સંમેલન યોજાનાર છે. તાલુકા કક્ષાએ પ્રથમ આવનાર બાળકો અથવા શાળાઓ જિલ્લા કક્ષાએ ભાગ લેશે. જિલ્લા કક્ષાનો સંમેલન કાર્યક્રમ તા.3-3-2023ના રોજ જિલ્લા યોજાનાર છે. દરેક કક્ષાએ વિજેતા થનાર બાળકોને પ્રોત્સાહક ઇનામથી પ્રોત્સાહિત કરવામા આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *