
ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત રહ્યા ઉપસ્થિત
સિદ્ધપુર ખાતે શ્રી બલવીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી હનુમાનજીની પાવન પ્રેરણા અને આશીર્વાદ સાથે ભવ્ય ‘છેલ છબીલા દાંડિયા રાસ – ૨૦૨૬’ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં સિદ્ધપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી બળવંતસિંહ રાજપુત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો અને આયોજકોને બિરદાવ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનો આપણી સમૃદ્ધ પરંપરા, ભક્તિભાવ અને લોકસંસ્કૃતિને જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ છે. આવા ઉત્સવોથી યુવા પેઢીમાં આપણી સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને ઉત્સાહ વધે છે.

આ મંગલ અવસરે શ્રી રણજીતસિંહ સોલંકી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી પ્રમોદભાઈ પટેલ, શ્રી કૌશલભાઈ જોશી, શ્રી મિહિરભાઈ પાધ્યા, શ્રી અજીતભાઈ ગુરુ, શ્રી નિરંજનભાઇ ઠાકર, શ્રી અનંતભાઈ ઠાકર, શ્રી સંજયભાઈ શુક્લા, શ્રી કનુભાઈ પંચાલ, શ્રી દશરથલાલ પટેલ, શ્રી જશુભાઈ પટેલ, શ્રી જનાર્દનભાઈ શુક્લા, શ્રીમતી સોનલબેન ઠાકર, શ્રી જયંતીભાઈ, શ્રી રાજીવભાઈ, શ્રી કિશનભાઇ ભટ્ટ સહિત સદાબહાર ગ્રુપના તમામ આગેવાનો, બલવીર ગ્રુપના તમામ સભ્યો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યશ્રીએ સૌની સાથે આત્મીય મુલાકાત કરી હતી.યુવા પેઢીને ઉત્સાહિત કરતા આ સુંદર આયોજન બદલ શ્રી બલવીર ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો તથા આયોજકશ્રીઓને ધારાસભ્યશ્રીએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.અંતમાં ભગવાન શ્રી હનુમાનજી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય જાળવી રાખે તથા સૌનું મંગળ કરે તેવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.