માંડવી તાલુકા પંચાયત પ્રમુખ રાણશીભાઇ ગઢવી દ્વારા તલાટીઓનું સન્માન કરાયું

માડવી તાલુકા પંચાયત પ્રમુખ રાણશીભાઇ ગઢવી દ્વારા તાલુકાના તલાટીઓની કામગીરીને બિરદાવી તેમનો સન્માન કરવામાં આવ્યું હતું. વહીવટને ગતિશલ બનાવવા અને વિકાસકામોમાં ઝડપ લાવવા તલાટીઓ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે ત્યારે આ કામગીરીની કદરરુપ તલાટીઓની સન્માન કરાયો હોવાની લાગણી રાણશીભાઇએ વ્યકત કરી હતી. તાલુકાના તલાટીઓનો શાલ તેમજ સન્માન પત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન બદલ તલાટી મંડળના પ્રમુખ રાઘવદાન ગઢવીએ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને તાલુકા પંચાયત પ્રમુખ રાણશીભાઇ ગઢવીની આભાર વ્યકત કર્યો હતો. તાલુકા વિકાસ અધિકારી શ્રી ગોહિલ, સરપંચ સંગઠનના પ્રમુખ વરજાંગ ગઢવી, સા.ન્યાય.સ. ચેરમેન કેશવજી રોશીયા, કિર્તી ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કમલમ દૈનિક અજય ખત્રી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *