




આણંદ BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત ત્રિદિવસીય પારાયણ તેમજ શ્રીમદ્દભગવદગીતા નિમિતે આણંદ વ્યાયામ શાળા ખાતે થી શ્રી અક્ષરપુરષોત્તમ દર્શન શોભાયાત્રાનું મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી, આણંદ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી ભગવતચરણ સ્વામી તથા સાંસદશ્રી મિતેષભાઈ પટેલની ઉપસ્થિતમાં પ્રસ્થાન કરાવ્યું. સાંસદશ્રીની સાથે પૂર્વ સાંસદશ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ સાંસદશ્રી દિપકભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી નિરવભાઈ અમીન, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, વાઇસ ચાન્સેલર એસ.પી.યુનિ., વાઇસ ચાન્સેલર કામધેનુ યુનિ. સહિત સંતગણ ઉપસ્થિત રહ્યા હતા.