હિંમતનગર ના પેથાપુર પ્રાથમિક શાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની અધ્યક્ષતામાં કિશોર – કિશોરી ઓ માટે કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર
રિપોર્ટ યુનુસ મેમણ હિંમતનગર

તરુણવાસ્થા ના આરોગ્ય અંતર્ગત સામાજીક અને વર્તણૂંક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ અંતર્ગત આજે હિંમતનગર ના પેથાપુર પ્રાથમિક શાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની અધ્યક્ષતામાં કિશોર – કિશોરી ઓ માટે કાર્યક્રમ યોજાયો. પેથાપુર હેલ્થ & વેલનેસ સેન્ટર ના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જુહીબહેને વિદ્યાર્થીઓને ઘરે બનાવવામાં આવતી વાનગીઓ જેવી કે બાજરી ના રોટલા, રીંગણાં મેથીનું શાક, સલાડ, પૌષ્ટિક ખીચડી, મેથીના થેપલા જેવી ઘરેલુ વાનગીઓમાંથી મળતા પોષક તત્વોનું મહત્વ સમજાવ્યું તેમજ રસોઈ પ્રદર્શન, ટોબેકો ઉપર વિષય ચિત્રો બનાવી વ્યસનમુક્તિ પર તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *