મહુવા તાલુકા પંચાયત આયોજિત સાંસ્કૃતિક મહોત્સવ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ, મયુર પટેલ

ભારતીય સંસ્કૃતિ નો ભવ્ય વારસા નો પરિચય થાય તે દિશામાં ગુજરાત સરકાર સતત કાર્યરત છે તે દિશામાં સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પ્રેરિત તાલુકા પંચાયત મહુવા આયોજિત ઝોન કક્ષાનો ગ્રામ્ય કલા અને સાંસ્કૃતિક મહોત્સવ નો આયોજન કરવામાં આવે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ નો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને આવેલ મહેમાનોનું સ્વાગત દ્વારા થયો હતો પ્રાથમિક શાળા અનાવલ માં થયેલ આ કાર્યક્રમમાં મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ કિશોરભાઈ તથા તાલુકા શિક્ષણ અધિકારી કેતન ચૌધરી અનાવલ ગામના સરપંચ મંજુલાબેન પટેલ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ તબક્કે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કરેલ શિક્ષણ સમિતિના આ કાર્યક્રમમાં બાળકો દ્વારા ભારતીય સંસ્કૃતિના અનુરૂપ વિવિધ નૃત્ય ડાન્સ કલા સંસ્કૃતિ વિશે બાળકોએ ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું હતું, સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉત્તર બુનિયાદી શાળાના આચાર્ય ધીરુભાઈ પટેલ એ સુંદર રીતે કર્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *