રિપોર્ટ, મયુર પટેલ

ભારતીય સંસ્કૃતિ નો ભવ્ય વારસા નો પરિચય થાય તે દિશામાં ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સતત કાર્યરત છે તે દિશામાં સુરત જિલ્લા પંચાયત સમિતિ પ્રેરિત તાલુકા પંચાયત મહુવા આયોજિત વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય આવેલા મહેમાનોનું સ્વાગત કરી કરવામાં આવ્યો પ્રાથમિક શાળા મહુવામાં થયેલ આ કાર્યક્રમમાં મહુવા ગામના સરપંચ શ્રી અનિલભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ ક્રિષ્નાબેન ચૌહાણ, આરોગ્ય સમિતિ અધ્યક્ષ જીનેશભાઈ ભાવસાર, તાલુકા શિક્ષણ અધિકારી કેતનભાઇ ચૌધરી, તલાટી કમ મંત્રી અનિલભાઈ વાળવા, શાળાના આચાર્ય બકુલભાઈ પટેલ, હરીશભાઇ, શિક્ષક સ્ટાફ ,તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગ્રામજનો, વિશેષ ઉપસ્થિત રહી બાળકોનો પ્રોત્સાહન કર્યા હતા શિક્ષણ સમિતિના આ કાર્યક્રમમાં બાળકો દ્વારા ભારતીય સંસ્કૃતિ અનુરૂપ વિવિધ નૃત્ય ડાન્સ કલા સંસ્કૃતિ વિશે બાળકોએ ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહુવા ગ્રામ પંચાયતના સરપંચ અનિલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહુવા ગ્રામ પંચાયત દ્વારા બાળકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઇનામ આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો ગ્રામજનો દ્વારા બાળકો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
