અંકલેશ્વર માં રોટરી ક્લબ અને નગર પાલિકા દ્વારા સાયક્લોફન નું આયોજન કરાયું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર શહેર માં રોટરી ક્લબ અને અંકલેશ્વર નગર પાલિકા ના સંયુક્ત ઉપક્રમે સાયક્લોફન નું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં 700 જેટલા સાયકલીસ્ટો લીધો હતો .આ સાયક્લોફન શહેર ના વિવિધ વિસ્તારો માં ફરી જીનવાલા સ્કૂલ ખાતે સમાપન થયું હતું .

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા આજ ની પેઢી એન્વાયરમેન્ટ ,ફિટનેશ અને હેલ્થ નું ધ્યાન આપતી નથી અને તેઓ ને આ બાબત ના અવેરનર્સ માટે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને નગર પાલિકા ના સંયુક્ત ઉપક્રમે સાયક્લોફન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને નગરજનો એ ભાગ લીધો હતો ,આ સાયક્લોફન શહેર ની જીનવાલા હાઈસ્કૂલ ના પટાંગણ ખાતે અંકલેશ્વર ના નાયબ કલેક્ટર નતિષા માથુર ,નગર પાલિકા ના ચીફ ઓફિસર કેશવ કોલડિયા ,.રોટરી ક્લબ ના પ્રમુખ અર્પણ સુરતી અને પાલિકા ના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલે સાયક્લોફન નું પ્રસ્થાન કરાવ્યું હતું ,આ સાયક્લોફન શહેર ના વિવિધ વિસ્તારો માં ફરી ને જીનવાલા હાઈસ્કૂલ ખાતે પરત ફરી હતી અને રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ના હોદ્દેદારો ,નગર પાલિકા ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *