અંકલેશ્વર શહેર ના કમલમ તળાવ નું સફાઈ અભિયાન હાથ ધરાયું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર શહેર ના કમલમ તળાવ નું. સંત નિરંકારી મિશન અને સ્થાનિક વહીવટી તંત્ર ના સહયોગ થી 100 થી વધુ સ્વયંસેવકો દ્વારા તળાવ નું સાફ સફાઈ અભિયાન ની શરૂઆત કરી હતી. નિરંકારી મંડળ દ્વારા પ્રોજેક્ટ અમૃત અંતર્ગત સ્વચ્છ જળ સ્વચ્છ મન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર ખાતે આવેલ વડોદરા ઝોન ના સંત નિરંકારી મિશન અંકલેશ્વર દ્વારા દેશમાં શરુ કરવામાં આવેલ જળસ્ત્રાવ સફાઈ અભિયાન અંતર્ગત અંકલેશ્વર ના હાંસોટ રોડ પર આવેલ કમલમ તળાવ ખાતે સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું . અંકલેશ્વર ના નાયબ કલેકટર નતીશા માથુર, મામલતદાર કરણસિંહ રાજપુત,,નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, પાલિકા શાસક પક્ષ નેતા સુધીર ગુપ્તા તેમજ નિરંકારી મંડળ અંકલેશ્વર ના આર.પી.ગુપ્તા ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આઝાદી ના 75 વર્ષ ના ઉપલક્ષ માં દેશભરમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “પ્રદુષિત પાણી હમારી હાનિ” સૂત્ર ને દૂર કરવા માટે સ્વચ્છ જળ સ્વચ્છ મન અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા ના સહયોગ થી તળાવ માં ઉગી નીકળેલા જળકુંભી ને હોડી ની તેમજ પાલિકા ની મદદ થી સંત નિરંકારી મિશન ના 100 થી વધુ સ્વયંસેવકો દ્વારા શ્રમ યજ્ઞ શરુ કર્યો હતો. તેમજ તળાવ ના કિનારે રહેલી ગંદકી ને પણ સાફ કરવામાં આવી હતી. આ કાર્ય માં નાયબ કલેકટર નતીશા માથુર, મામલતદાર કરણસિંહ રાજપુત,,નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, પાલિકા શાસક પક્ષ નેતા સુધીર ગુપ્તા એ પણ શ્રમદાન કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *