







કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ.
તા,26/02/2023 ના રોજ સાંજે શ્રી રામ તળાવ , વાટિકા પાસે પરિવાર મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ મા મુખ્ય વક્તા તરીકે શ્રી નંદલાલજી જોશી વરિસ્ટ પ્રચારક રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ ઉપસ્થિત રહ્યા હતાં.
એમનુ સ્વાગત પુષ્પોથી કરવામા આવેલ,ત્યારબાદ પરિવાર વચ્ચે પ્રશ્નનમંચ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ થયો, ત્યારબાદ દીપ પ્રગટાવી ભારતમાતા નુ પૂજનનો કાર્યક્રમ થયો, તાપી જિલ્લાના જિલ્લા કાર્ય વાહક શ્રી સંદીપભાઈ ચૌધરી દ્રારા પ્રારંભિક ઉદબોધન કરવામાં આવ્યું, ત્યારબાદ શ્રી નંદલાલજી જોશી પરિવારનું મહવત, ભારતીય સંસ્કૃતિ, પરિવાર વચ્ચે પ્રેમ, સંયુક્ત કુટુંબમાં બાળકોનો ઉછેર, ભારતીય સંસ્કૃતિ મા પરિવાર ઉછેર વિષે સાચી સમજ આપી હતી. આ કાર્યક્રમ મા 750 થી વધૂ ભાઈઓ તથા બહેનો એ ભાગ લીધો હતો.આ કાર્યક્રમ ના અંતે પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.