ભાજપના મહિલા લાભાર્થીઓ સાથે “એક કરોડ સેલ્ફી અભિયાન”નો ગાંધીનગર ખાતે પ્રારંભ

પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા ડો. દિપીકાબેન સરડવાની અધ્યક્ષતામાં તેમજ ભાજપા રાષ્ટ્રીય સંગઠનના મંત્રી અલકાબેન ગુર્જર અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ.

“મહિલા લાભાર્થી સાથે એક કરોડ સેલ્ફી અભિયાન” એક વર્ષ માટે એટલે કે ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ચાલશે.

ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુકાન હેઠળની કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની મહિલા લાભાર્થીઓ સાથે “એક કરોડ સેલ્ફી અભિયાન”નો રાજ્યવ્યાપી પ્રારંભ કેન્દ્રીય સંગઠનના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યો જે અંતર્ગત ગાંધીનગર મહાનગર ખાતે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા ડો. દિપીકાબેન સરડવાની અધ્યક્ષતામાં તેમજ ભાજપા રાષ્ટ્રીય સંગઠનના મંત્રી અલકાબેન ગુર્જર અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉમિયા માતજી મંદિર સંસ્થાન સેકટર-૧૨ ખાતે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં મહાનગર ભાજપા પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, મહિલા મોરચાના પ્રદેશ હોદ્દેદરો, મહાનગર મહિલા મોરચા પ્રમુખ પ્રિયા પટેલ, મહિલા કોર્પોરેટરો તેમજ મહાનગર સંગઠનના મહિલા હોદ્દેદારો, કાર્યકર્તા બહેનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

આ પ્રસંગે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા ડો. દિપીકાબેન સરડવાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રે મહિલા સશક્તિકરણ, મહિલા ઉત્કર્ષ, મહિલા ઉત્થાનની અનેક યોજનાઓ અમલી બનાવી છે જેનો લાભ આજે દેશની કરોડો મહિલાઓને મળી રહ્યો છે. ભાજપાના કેન્દ્રીય નેતૃત્વની કાર્યસૂચિ મુજબ તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આજે “મહિલા લાભાર્થી સાથે એક કરોડ સેલ્ફી‘‘ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. “મહિલા લાભાર્થી સાથે એક કરોડ સેલ્ફી અભિયાન” એક વર્ષ માટે એટલે કે ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ચાલશે જેમાં ભાજપાની મહિલા કાર્યકર્તાઓ મહિલા લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *