
બારડોલી સાંસદ પ્રભુ વસાવાએ સ્થાનિકોના વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરી તાકીદે નિવેડો લાવવા અનુરોધ કર્યો
કમલમ ન્યુઝ.( વ્યારા તાલુકા બ્યુરો ચીફ.) સમીર શાહ.
તાપી જીલ્લાના વડામથક વ્યારાના રેલ્વે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર સહિતની ટીમે સોમવારે મુલાકાત લીધી હતી. વ્યારા રેલ્વે સ્ટેશને યોજાયેલી બેઠકમાં બારડોલી લોકસભા બેઠકના સાંસદ પ્રભુ વસાવાએ રેલ્વેના અધિકારીઓ સાથે સ્થાનિકોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ બાબતે ચર્ચા કરી તાકીદે નિવેડો લાવવા અનુરોધ કર્યો હતો.
તાપી જીલ્લાના વડામથક વ્યારાના રેલ્વે સ્ટેશનના પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. સોમવારે આ મુલાકાત વેળાએ બારડોલી લોકસભા બેઠકના સાંસદ પ્રભુ વસાવા તથા રેલ્વે સલાહકાર સમિતિના સભ્યોએ સ્થાનિકોના વિવિધ પ્રશ્નો અંગે રેલ્વેના સત્તાધીશોને રજુઆતો કરી હતી.
આ બેઠકમાં સાંસદ પ્રભુ વસાવાએ તાપી જીલ્લા બન્યા બાદ થઈ રહેલા વિકાસના કારણે સમગ્ર રાજ્યની સાથે તાપી જીલ્લા પણ હરણફાળ ભરી રહ્યો છે. તાપી જીલ્લા ખાતે આવેલા વિવિધ ઉદ્યોગગૃહો અને અન્ય રીતે જોઈએ તો વિવિધ રાજ્યના લોકો તાપી જીલ્લામાં હાલ વસવાટ કરી રહ્યા છે જેઓનો મુખ્ય પ્રશ્ન એટલે વ્યારાથી અવરજવર કરતી વિવિધ ટ્રેનોનું સ્ટોપેજ તાપી જીલ્લાના લોકોએ હાલ ઘણીબધી એવી ટ્રેનો છે જે તાપી જીલ્લામાંથી પસાર થાય છે. પરંતુ ક્યાંય ઉભી રહેતી નથી જેના કારણે સ્થાનિકોએ છેક સુરત સુધી લાંબા થવું પડે છે માટે વ્યારાથી પસાર થતી અને વિવિધ રાજ્યોમાં અવર-જવર કરતી ટ્રેનોને જીલ્લાના વડામથક ખાતે શક્ય એટલું વહેલી તકે મોટાભાગની તમામ ટ્રેનોને સ્ટોપેજ અપાય તેના પર ખાસ ભાર મુક્યો હતો. આ સિવાય બારડોલી અને સોનગઢ ખાતે પણ આ ટ્રેનોને સ્ટોપેજ અપાય તેમ જણાવ્યું હતું. આ સિવાય લોટરવા રેલ્વે સ્ટેશનને કાર્યરત કરાય તેમજ LC નંબર-17 દસ્તાન રેલ્વે ઓવરબ્રિજ વહેલી તકે કાર્યરત કરાય એ રજુઆત કરી હતી. આ સિવાય વ્યારા રેલ્વે સ્ટેશનને ડેવલોપ કરી. સુવિધા સભર બનાવાય તેમ જણાવાયું હતું. આ પ્રસંગે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક મિશ્રાએ મિડિયાને જણાવ્યું હતું કે આજે ઉધના-નંદુરબારનું ટેક્નીકલ નિરિક્ષણ કરવાનું હતું અને વ્યારા રેલ્વે સ્ટેશનની મુલાકાત કરી હતી. જ્યાં અમોને જીલ્લાના વડામથક વ્યારા સહિત સોનગઢ અને બારડોલી ખાતે ટ્રેનોના સ્ટોપેજ અંગે રજુઆત કરવામાં આવી છે જેની પ્રપોગ્ઝલ બનાવી અમો રેલ્વે બોર્ડને મોકલીને બંને એટલી વહેલી તકે માંગણીઓ પૂરી કરવા માટે પ્રયત્ન શીલ છીએ.
આ પ્રસંગે વ્યારા રેલ્વે સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ મેનેજર સાહુ, રેલ્વે એડવાઈઝરી કમિટિના સભ્યો અલ્પેશ દવે, વિનોદકુમાર મિશ્રા, રાજન ચૌધરી, ભાવેશ પટેલ, રાજકીય આગેવાન રાજેન્દ્ર સિંહ કુંવર તેમજ વ્યારા પાલિકા આરોગ્ય ચેરમેન અલ્પેશ પટેલ સહિતનાએ ઉપસ્થિત રહી પોતાની રજુઆતો કરી હતી.