અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ આયોજિત સાતમા સમૂહ લગ્ન મહોત્સવ માં દીકરી ઓને પાનેતર વિતરણ કરાયું

ગુપ્તા ફાર્મ હાઉસ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમ માં 51 દીકરીઓ અને પાનેતર તેમજ કંકોત્રી આપવા આવી હતી. બંને પક્ષે કંકોત્રી નું વિતરણ કરી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ આયોજિત સાતમા સમૂહ લગ્ન મહોત્સવ માં દીકરી ઓને પાનેતર વિતરણ કરાયું હતું ગુપ્તા ફાર્મ હાઉસ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમ માં 51 દીકરીઓ અને પાનેતર તેમજ કંકોત્રી આપવા આવી હતી. બંને પક્ષે કંકોત્રી નું વિતરણ કરી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

અંકલેશ્વર ખાતે કાર્યરત ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા સમાજ માં ગરીબ ,મધ્યમવર્ગીય પરિવાર ની દીકરીઓ માટે સમૂહ લગ્ન મહોત્સવ નું આયોજન છેલ્લા 8 વર્ષ થી કરવામાં આવી રહ્યું છે. ખાસ કરી માતા-પિતા કે પછી બન્ને માંથી કોઈ પણ હયાત ના હોય એવી દીકરી ના લગ્ન ને પ્રાધાન્ય આપી કરવામાં આવતા આ આયોજન માં ચાલુ વર્ષે પણ 51 દીકરી પ્રભુતામાં પગલાં પાડશે. ચાલુ વર્ષે લગ્ન સ્થળ જૂની દીવી સ્થિત ગુપ્તા ફાર્મ ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં આગામી 10 મી માર્ચ ના રોજ લગ્ન પ્રસંગ હજારો લોકો ની હાજરી માં વડીલો- સમાજ ના મોભીઓ અને સંતો મહંતો ની હાજરી માં યોજવામાં આવશે. જે પ્રસંગ અનુરૂપ આજરોજ ફાર્મ હાઉસ ખાતે દીકરીઓ ને પાનેતર વિતરણ અને વર અને કન્યા પક્ષ ને કંકોત્રી વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં લગ્ન માં પ્રભુતા માં પગલાં પાડનાર 51 દીકરીઓ અને વર પક્ષ ના સ્વજનો હાજર રહ્યા હતા જ્યાં ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે તેમને પાનેતર અને કંકોત્રી પણ આપવામાં આવી હતી તો કમિટી દ્વારા જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુધીર ભાઈ ગુપ્તા, પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ચાવડા, ગણેશભાઈ અગ્રવાલ અને સંદીપભાઈ જમિયત ભાઈ પટેલ તેમજ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *