આજે ૩૦ ઓકટોબરે કેન્દ્રિય મંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા નો કરજણ વિધાનસભા ક્ષેત્રમાં ચુંટણી પ્રવાસે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્યની ભાજપા સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ડિજિટલ સેવાસેતુ યોજનાથી નાગરિકોના શ્રમ, સમય અને નાણાંની પણ બચત થઈ રહી છે અને નાગરિકોના તાલુકા અને જિલ્લા મથકોના ધકકા બંધ થયા છે. -શ્રી પરશોતમભાઈ રૂપાલા

          ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ૩૦ ઓકટોબરે કેન્દ્રિય મંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલાનો કરજણ વિધાનસભા ક્ષેત્રમાં ચુંટણી પ્રવાસ યોજાઈ ગયો હતો.

      આ પ્રવાસમાં શ્રી રૂપાલાએ પોર, તા. વડોદરા અને સાધલી,તા. શિનોર ખાતે જાહેરસભાઓ સંબોધી હતી. આ જાહેર સભાઓમાં તેમની સાથે રાજ્ય સરકારના મંત્રીશ્રી અને કરજણ વિધાનસભા બેઠકના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી અને કરજણ વિધાનસભા બેઠકના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પેટા ચુંટણી વ્યવસ્થાપનના ભાજપા પ્રદેશ ઇન્ચાર્જ અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ,  સાંસદશ્રી, પૂર્વ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા- તાલુકા ભાજપા પ્રમુખ/ મહામંત્રીશ્રીઓ,સહકારી ક્ષેત્રના આગેવાનો, સંગઠનના પદાધિકારીશ્રીઓ, સ્થાનિક ભાજપા અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સમર્થકો, શુભેચ્છકો સહિત સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી.

      શ્રી રૂપાલાએ જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસે વોટબેંકની રાજનીતિના કારણે જ દેશ અને દેશના તમામ વર્ગના નાગરિકોની ઉન્નતિને રોકવાનું પાપ કર્યું છે. જુદા જુદા સમૂદાયના લોકો વચ્ચે વેર- ઝેરના બીજ રોપાય અને કોંગ્રેસની સ્વાર્થી રાજનીતિ સધાઈ આ પરંપરા સ્થાપિત થઈ ચૂકી હતી. આ સ્વાર્થની, વોટબેંકની રાજનીતિને જડમૂળથી દૂર કરવાનું કાર્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. આજે કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકાર દ્વારા તમામ વર્ગ અને સમુદાયના વિકાસ માટે સતત અને સર્વગ્રાહી પ્રયાસો થઈ રહ્યા છે.

       શ્રી રૂપાલાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના પ્રધાન સેવક તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ એક પછી એક ” ન ભૂતો ન ભવિષ્યતિ”  જેવા દેશહિતમાં – લોકહિતના અનેક શ્રેણીબદ્ધ નિર્ણયો લીધા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોના કાળમાં વિશ્વના અનેક દેશોને દવાઓ અને રાહત સામગ્રી મોકલીને “વસુધૈવ કુટુંબકમ” ની ભાવનાનું વિશ્વમાં મજબૂત દર્શન કરાવ્યું છે.આજે કોરોના કાળની થપાટ પછી પણ ભારતનું અર્થતંત્ર અને જનજીવન પુનઃ ધબકતું થઈ રહ્યું છે, તે જોઈને વિશ્વના મોટાભાગના દેશો અને મહાસત્તાઓ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. જે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ, નિષ્ઠા અને નિર્ણાયકતાને આભારી છે.

      શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા નિશ્ચિત કરવાની સાથે સાથે દેશને વૈશ્વિક સ્તરે બહુઆયામી દ્રષ્ટિકોણથી વિકાસપથ પર આગળ ધપાવી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ને સક્ષમ બનાવવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. કોંગ્રેસના રાજમાં ગ્રામ પંચાયતો સહિતની ગ્રામ સ્વરાજની સંસ્થાઓ ની ઉપેક્ષા જ કરવામાં આવી જેના પરિણામે ગામડાઓ સુધી પૂરતી સુખ સુવિધાઓ ન પહોંચી શકી. આજે કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા માતબર નાણાકીય સહાય સીધી ગ્રામ પંચાયતો અને ગામડાંઓમાં પહોંચી રહી છે. જેના પરિણામે ગામડાઓમાં પણ તમામ મૂળભૂત સુવિધાઓ ઉપરાંત આધુનિક યુગની તમામ સવલતો ઉપલબ્ધ થઈ રહી છે.       શ્રી રૂપાલાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે પણ ગ્રામ્ય ક્ષેત્રના નાગરિકોની ચિંતા કરીને અનેક સુવિધાઓ તેમના ઘર આંગણે ઉપલબ્ધ કરાવી છે.  રાજ્યની ભાજપા સરકારે ગ્રામ પંચાયતો ને વધુ સક્ષમ બનાવી જરૂરી એવા સરકારી પ્રમાણપત્રો, દસ્તાવેજો ઓનલાઇન સેવા મારફત ગ્રામ પંચાયતોમાં જ મળી રહે તે હેતુથી આ ડિજિટલ સેવા સેતુ યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર  આ નિર્ણયથી નાગરિકોના શ્રમ, સમય અને નાણાંની પણ બચત થઈ રહી છે અને નાગરિકોના તાલુકા અને જિલ્લા મથકો ના ધકકા બંધ થયા છે. જેના કારણે કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકારોના મૂળ મંત્ર ‘ મીનીમમ ગવર્મેન્ટ – મેક્સિમમ ગવર્નન્સ ‘ ને ચરિતાર્થ કરવામાં મદદ મળી રહી છે. શ્રી રૂપાલાએ અંતમાં કરજણ વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર શ્રી અક્ષય ભાઈ પટેલને જંગી બહુમતીથી વિજયી બનાવવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.

  • કેન્દ્રિય મંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા નું  પોર, તા. વડોદરા અને સાધલી, તા. શિનોર ખાતે જાહેરસભાઓને સંબોધન
  • પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના પ્રધાન સેવક તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ એક પછી એક ” ન ભૂતો ન ભવિષ્યતિ”  જેવા દેશહિતમાં – લોકહિતના અનેક શ્રેણીબદ્ધ નિર્ણયો લીધા છે. –  શ્રી પરશોતમભાઈ રૂપાલા
  • પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોના કાળમાં વિશ્વના અનેક દેશોને દવાઓ અને રાહત સામગ્રી મોકલીને “વસુધૈવ કુટુંબકમ” ની ભાવનાનું વિશ્વમાં મજબૂત દર્શન કરાવ્યું છે. –  શ્રી પરશોતમભાઈ રૂપાલા
  • કોંગ્રેસે વોટબેંકની રાજનીતિના કારણે જ દેશ અને દેશના તમામ વર્ગના નાગરિકોની ઉન્નતિને રોકવાનું પાપ કર્યું છે. જુદા જુદા સમૂદાયના લોકો વચ્ચે વેર- ઝેરના બીજ રોપાય અને કોંગ્રેસની સ્વાર્થી રાજનીતિ સધાઈ આ પરંપરા સ્થાપિત થઈ ચૂકી હતી. – શ્રી પરશોતમભાઈ રૂપાલા
  • આ સ્વાર્થની, વોટબેંકની રાજનીતિને જડમૂળથી દૂર કરવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. આજે કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકાર દ્વારા તમામ વર્ગ અને સમુદાયના વિકાસ માટે સતત અને સર્વગ્રાહી પ્રયાસો થઈ રહ્યા છે.- શ્રી પરશોતમભાઈ રૂપાલા
  • કોંગ્રેસના રાજમાં ગ્રામ પંચાયતો સહિતની ગ્રામ સ્વરાજની સંસ્થાઓ ની ઉપેક્ષા જ કરવામાં આવી જેના પરિણામે ગામડાઓ સુધી પૂરતી સુખ સુવિધાઓ ન પહોંચી શકી. – શ્રી પરશોતમભાઈ રૂપાલા
  • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ને સક્ષમ બનાવવાનું કાર્ય પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. – શ્રી પરશોતમભાઈ રૂપાલા
  • કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા માતબર નાણાકીય સહાય સીધી ગ્રામ પંચાયતો અને ગામડાંઓમાં પહોંચી રહી છે. જેના પરિણામે ગામડાઓમાં પણ તમામ મૂળભૂત સુવિધાઓ ઉપરાંત આધુનિક યુગની તમામ સવલતો ઉપલબ્ધ થઈ રહી છે. – શ્રી પરશોતમભાઈ રૂપાલા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM