પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો પરની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવા જઇ રહી છે, મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજરોજ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાનો ધારી વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણીલક્ષી પ્રવાસ યોજાયો. આજના આ પ્રવાસ દરમિયાન શ્રી મનસુખભાઈ માંડવીયાએ વિવિધ વિસ્તારોમાં ભાજપા ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયાના સમર્થનમાં જૂથ બેઠકો યોજી હતી.આજરોજ શ્રી માંડવીયાએ ધારી, ખીચા અને રામપરા ગામમાં વિવધ બેઠકોમાં બેઠકોમાં ઉપસ્થિત રહી આગામી ચૂંટણીને અનુલક્ષીને માર્ગદર્શન આપ્યું હતું. શ્રી માંડવીયાએ જૂથ બેઠકોમાં કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકારની રાષ્ટ્રહિતની,પ્રજાહિતની,ખેડૂતહિતની, યુવાઓ, મહિલાઓના હિતની કામગીરી અંગે છણાવટ કરી હતી. શ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દેશ માટે જે 60 વર્ષમાં ન કરી શકી તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 6 વર્ષમાં કરી બતાવ્યું છે. દેશવાસીઓના સ્વાભિમાન સમાન કાશ્મીરમાં કલમ 370 તેમજ અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણના વિવાદનો અંત આવ્યો છે, ગુજરાતના એક ગરીબ પરિવારમાં જન્મેલ વ્યક્તિ, આપણી વચ્ચે ઉછરેલ વ્યક્તિ શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે દેશના પ્રધાનમંત્રી તરીકે ઐતિહાસિક કામગીરી બજાવી રહયા છે, દેશ વિદેશમાં દેશની પ્રતિષ્ઠા વધારી રહ્યા છે તે આપણી માટે ગર્વની બાબત છે. શ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ ગુજરાતની સર્વાંગી વિકાસયાત્રાને સુપેરે આગળ ધપાવી રહ્યા છે આ પેટા ચૂંટણી રાજ્યની સરકારને વધુ મજબૂત બનાવવા અને ધારીને વધુ વિકસિત બનાવવા માટેનો અવસર છે.
- કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાધારી, ખીચા અને રામપરા ગામમાં વિવધ બેઠકોમાં બેઠકોમાં ઉપસ્થિત રહી આગામી ચૂંટણીને અનુલક્ષીને માર્ગદર્શન આપ્યું હતું.
- કોંગ્રેસ દેશ માટે જે 60 વર્ષમાં ન કરી શકી તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 6 વર્ષમાં કરી બતાવ્યું છે.-શ્રી મનસુખભાઇ માંડવીયા
- પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશવાસીઓના સ્વાભિમાન સમાન કાશ્મીરમાં કલમ 370 તેમજ અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણના વિવાદનો અંત આવ્યો છે.-શ્રી મનસુખભાઇ માંડવીયા
- ગુજરાતના એક ગરીબ પરિવારમાં જન્મેલ વ્યક્તિ, આપણી વચ્ચે ઉછરેલ વ્યક્તિ શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે દેશના પ્રધાનમંત્રી તરીકે ઐતિહાસિક કામગીરી બજાવી રહયા છે, દેશ વિદેશમાં દેશની પ્રતિષ્ઠા વધારી રહ્યા છે તે આપણી માટે ગર્વની બાબત છે.-શ્રી મનસુખભાઇ માંડવીયા
- મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ ગુજરાતની સર્વાંગી વિકાસયાત્રાને સુપેરે આગળ ધપાવી રહ્યા છે આ પેટા ચૂંટણી રાજ્યની સરકારને વધુ મજબૂત બનાવવા અને ધારીને વધુ વિકસિત બનાવવા માટેનો અવસર છે.-શ્રી મનસુખભાઇ માંડવીયા

