

શૈશવ રાવ રાજપીપળા
બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત સર્કિટ હાઉસ, રાજપીપળા ખાતે જિલ્લા મહામંત્રી શ્રી નીલકુમાર રાવની અધ્યક્ષતામાં તથા જિલ્લા ઉપપ્રમુખ શ્રી પંકજભાઈ વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં રાજપીપળા મંડલની વર્કશોપનું આયોજન થયું તથા બુથને અનુલક્ષીને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા થઈ અને કાર્યકર્તાઓને ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે મંડલ પ્રમુખ શ્રી રમણસિંહ રાઠોડ, મંડલ પ્રભારી શ્રી કમલેશભાઈ પટેલ,દિનેશભાઇ દેસાઈ,મંડલના મહામંત્રી,શક્તિકેન્દ્રની બુથ સશક્તિકરણ ટીમ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.