


શૈશવ રાવ રાજપીપળા
બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત જિલ્લા મહામંત્રી શ્રી નીલકુમાર રાવની અધ્યક્ષતામાં A.P.M.C.,રાજપીપળા ખાતે નાંદોદ મંડલની વર્કશોપનું આયોજન થયું. જેમાં કાર્યકર્તાઓને બુથને વધુમાં વધુ મજબૂત બનાવવા વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું અને ચર્ચા વિચારણા થઈ.
વર્કશોપમાં મંડલ પ્રભારી શ્રી દિનેશભાઇ તડવી, મંડલ પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, મંડલ મહામંત્રી, તાલુકાના પંચાયત પ્રમુખ તથા સભ્યો, શક્તિકેન્દ્રની બુથ સશક્તિકરણ ટીમ તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી.