








વ્યારાના વિકાસમાં એક નવું સોપાન.
કમલમ ન્યુઝ.( વ્યારા તાલુકા બ્યુરો ચીફ ) સમીર શાહ.
વ્યારા નગરપાલિકા દ્વારા આજરોજ 175 જેટલી નવી લાઈટોના પોલોનું લોકાર્પણ કરવામાં આવ્યું,
જેમાં બહુચરાજી માતાના મંદિરથી કણજા ફાટક સુધી, તેમજ ગોરૈયા ફળિયામાં અંદાજે 40 લાખના ખર્ચે સમગ્ર વિસ્તારમાં લાઈટોનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોજ કણજા ફાટક ઉપર તથા શામજીભાઈના ઘર પાસે ગોરૈયા ફળિયામાં, વ્યારા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સેજલબેન રાણાના હસ્તે તેમજ વ્યારા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ શ્રીકુલીન. પ્રધાન, ચીફઓફિસર શ્રી.બી.બી
ભાવસાર તેમજ વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ શ્રી પરેશભાઈ શાહ, મુનાલભાઈ જોશી, પ્રીતિબેન ગામીત, કલ્પેશભાઈ ધોડિયા, તથા રોશની સમિતિના ચેરમેન.પ્રીતિબેન શાહ, વિગેરેની ઉપસ્થિતિમાં લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે પ્રસંગે સંગઠનના હોદ્દેદારો તથા નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા, આ સુનેરા અવસરથી કંજા ફાટકથી લઈને જલારામ મંદિર બહુચરા માતાજી સુધી લાઈટોનું સુંદર આયોજન થયું હતુ તેમજ નગરના છેવાડા એવા ગોરૈયા વિસ્તારમાં પણ અજવાળું ફેલાઈ ગયું હતું. જેના કારણે સ્થાનિક લોકોમાં આનંદી લાગણી હતી