

“હરખે ચારેકોર અબીલ ગુલાલની છોળો ઉડાડતા, હર્ષોલ્લાસ અને આનંદ સાથે હોળી પર ઢોલ નગારાના તાલે ઝુમતા”
ગાંધીનગર ખાતે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાત વિધાનસભા પરિસરમાં યશસ્વી મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતીમાં આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ તથા સાથી તમામ કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ તેમજ ગુજરાતના દરેક વિધાનસભાના વિજેતા તમામ ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતીમાં હોળી - ધુળેટીના અવશર નિમિત્તે ધામધૂમ પૂર્વક ધુળેટીનો તહેવાર હર્ષોલ્લાસ પૂર્વક ઉજવવામાં આવ્યો.