
આયુષ્યમાન ભારત -પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દેશના નાગરિકોની આરોગ્યલક્ષી સેવાઓ માટે આશીર્વાદ સમાન છે. આ યોજના અંતર્ગત લાભાર્થીના અસંતોષની ફરિયાદના નિવારણ માટે દર મહિને જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતા જિલ્લા કક્ષાએ મીટીંગ કરવામાં આવે છે. જેમાં આયુષ્યમાન યોજના સાથે જોડાયેલ હોસ્પિટલો દ્વારા ગુણવત્તા યુક્ત સુવિધા મળી રહે તે અર્થે જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા સમયાંતરે વિઝીટ કરવામાં આવે છે.
આરોગ્ય શાખાની આયુષ્યમાન/માં યોજના અંતર્ગત લાભાર્થીઓને યોજના સાથે જોડાયેલ પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં રૂ. ૫ લાખ સુધીની નિ:શુલ્ક સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે. લેબોરેટરી, એક્સ-રે જેવા રિપોર્ટ માટે પણ લાભાર્થીએ અલગથી નાણાં ચૂકવવાની રહેતા નથી. સાબરકાંઠા જિલ્લામાં આશરે ૬ લાખ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળેલ છે. જેમાં તેઓ ૨૮ પ્રાયવેટ તથા ૬૦ જેટલી સરકારી હોસ્પિટલોમાં આરોગ્યલક્ષી સારવાર-સેવાઓ મેળવે છે.
જેમાં ઇડર સ્થિત શિવ ઓર્થોપેડિક અને હિંમતનગર સ્થિત પાર્થ સર્જિકલ હોસ્પિટલમાં જરૂરી સુવિધાલક્ષી ચકાસણી કરવામાં આવતા આ હોસ્પિટલમાં ICU સુવિધાના અભાવે તેમજ પુજન ઓર્થોપેડિક ( હિંમતનગર), નીલકંઠ સર્જીકલ ( હિમંતનગર) અને જીવન જ્યોત ( ખેડબ્રહ્મા)ની હોસ્પિટલમાં લિફ્ટની સુવિધા ઉપલબ્ધ ના હોવાના કારણે આ યોજનામાંથી તેમના રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરી તેમાં નામાંકન કાયમી રદ કરવા ઉચ્ચ કક્ષાએ ભલામણ કરવામાં આવી હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે
રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા