મોડાસા નગરપાલિકા દ્વારા ટેક્ષ બાકીદારો પર તવાઈ યથાવત

રજાના દિવસોમાં વેરો ભરી શકાય તે માટે ઓફિસ ચાલુ રહેશે મિલકતો સીલ કરાઈ

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

મોડાસા નગરપાલિકા દ્વારા ટેક્સ નહીં ભરનાર બાકીદારો સામે ફરી એકવાર મિલકત જપ્તી કરવાની કાર્યવાહી આજરોજ કરવામાં આવી હતી. જેના પગલે પાલિકા વિસ્તારમાં ટેક્ષ બાકીદારોમાં ફફડાટ વ્યાપો હતો. પાલિકાના ચીફ ઓફિસર શ્રી સંજયભાઈ પંડ્યા અને ટેક્ષ સુપરિટેન્ડેન્ટ કુંજન ચૌધરીના આદેશ દ્વારા દસ હજાર કે તેથી વધુ બાકી દારો પર મિલકત જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા વેરા પર રિફંડ યોજનાઓનો બાકીદારો કોઈ લાભ લેતા નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કેટલાક રીઢા બાકીદારો સમયસર પાલિકાનો ટેક્સ ભરતા નથી, આવા ભાકીદારોને મિલકત ઝડપથી સીલ કરવા માટે પાલિકાના મુખ્ય અધિકારીશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ટેક્સ સુપ્રિટેન્ડન્ટ કુંજન પટેલ દ્વારા મોડાસા શહેર વિસ્તારના મેઘરજ રોડ વિસ્તારમાં, કસ્બા વિસ્તારમાં આવેલ કુલ ૯ દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા બાકીદારો વેરોભરી શકે તે માટે રજાના દિવસોમાં પણ ઓફિસ ૧૧ થી ૨ વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *