


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આયોજન માટે માર્ગદર્શન આપ્યું
કમલમ ન્યૂઝ રાકેશ વાળા.
ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ ‘માધવપુર ઘેડ મેળો’ રામનવમી તા.૩૦ મી માર્ચથી ૩ એપ્રિલ-ર૦ર૩ સુધી યોજાશે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકે મેળાને લોકપ્રિય-લોકભોગ્ય બનાવવાના નવિન આકર્ષણોના આયોજનને ઓપ આપ્યો માધવપુર-ઘેડ મેળામાં આ વર્ષે સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા સમન્વય-હસ્તકલા કારીગરોના હસ્તકલા મેળા દ્વારા સમન્વય રમતગમત દ્વારા સમન્વયની વિસ્તૃત થીમ સાથે વડાપ્રધાનશ્રીની ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત સંકલ્પના સાકાર કરાશે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આયોજન માટે માર્ગદર્શન આપ્યું માધવપુર-ઘેડ મેળો-ર૦ર૩ નવિન આકર્ષણો ૧૮ થી ૩૦ માર્ચ દરમ્યાન વડોદરા-અમદાવાદ-રાજકોટમાં ઉત્તર-પૂર્વીય પ્રાદેશિક હસ્તકલા લોકમેળા વોકલ ફોર લોકલ ને પ્રોત્સાહિત કરવા યોજાશે માધવપુર-ઘેડના દરિયાકાંઠે પાંચ જેટલી બીચ સ્પોર્ટસ અને ઉત્તર-પૂર્વ તથા ગુજરાત બેય પ્રદેશોની પરંપરાગત રમતોનું પ્રદર્શન દરિયાકાંઠે રેતી શિલ્પની કૃતિઓ કલાકારો બનાવશે ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમ અન્વયે આમંત્રિત કરાશે દ્વારિકામાં રૂકમણિજીના આગમનનું ભવ્ય સ્વાગત લોકોત્સવ રૂપે થશે રાજ્યભરના કૃષ્ણમંદિરોને શણગારવામાં આવશે