મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા (MECTV) દ્વારા “વિશ્વ મહિલા દિવસ” ની ઉજવણી સફાઈસેવક બહેનો, ટ્રાફીક પોલીસ બહેનો અને સમાજના વિધવા બહેનોનું પૂજન કરી કરવામાં આવી.

“વિશ્વ મહિલા દિવસ” ની ઉજવણી “મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા” (MECTV) ની મહિલા મંડળની બહેનો દ્વારા ખુબ જ વિશિષ્ઠ પ્રકારે નીચે મુજબ કરવામાં આવી હતી.

૧. સૌપ્રથમ વડોદરા શહેરના વોર્ડ ૧૭ ના સફાઈસેવક બહેનોનું પૂજન કરી, પુષ્પગુચ્છ અને ચોકલેટ આપવામાં આપી, સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેમની સાથે કલરથી ધૂળેટી રમવામાં આવી હતી. સુપરવાઈઝર શ્રી રાજેશભાઈનું પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડી સંસ્થાના મહામંત્રી શ્રી રમેશભાઈ મકવાણાએ સન્માન કર્યું હતું. જેમાં સંસ્થાના મહિલામંડળના બહેનો શ્રીમતી વંદનાબેન મકવાણા, શ્રીમતી ભાવિકાબેન પરમાર, શ્રીમતી જયશ્રીબેન વાઘેલા, શ્રીમતી દિપીકાબેન સોલંકી, શ્રીમતી ભાર્ગવીબેન સોલંકી, તેમજ શ્રીમતી હીનાબેન ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

૨. માંજલપુર શ્રેયસ સ્કુલ પાસે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ બહેનનું પૂજન કરી, પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી, ચોકલેટ આપી, સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના મહિલામંડળના બહેનો શ્રીમતી વંદનાબેન મકવાણા, શ્રીમતી ભાવિકાબેન પરમાર, શ્રીમતી જયશ્રીબેન વાઘેલા, શ્રીમતી દિપીકાબેન સોલંકી, શ્રીમતી ભાર્ગવીબેન સોલંકી, તેમજ શ્રીમતી હીનાબેન ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

૩. વડોદરા શહેરમાં રહેતા સમાજના અમુક વિધવા બહેનો જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેમની ઘરે જઈ, બહેનોનું પૂજન કરી, પુષ્પગુચ્છ અને ધાણી, ખજૂર, ચણા તેમજ મોમેન્ટો આપી, સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના મહિલામંડળના બહેનો શ્રીમતી ભાવિકાબેન પરમાર, શ્રીમતી દક્ષાબેન ચૌહાણ, શ્રીમતી ભાર્ગવીબેન સોલંકી, તેમજ શ્રીમતી અંજલીબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં શૈક્ષણિક ક્ષેત્રે સરસ્વતી સન્માન સમારોહ, ફૂલસ્કેપ ચોપડા વિતરણ, શૈક્ષણિક શિષ્યવૃત્તિ વિતરણ, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ માટે કેરિયર માર્ગદર્શન સેમીનાર, ઓનલાઈન IAS બનવા માટેનું માર્ગદર્શન, નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય, ધાર્મિક ક્ષેત્રે સમાજના પુ.સંતોની જન્મજયંતી ઉજવણી, સામાજિક ક્ષેત્રે સમૂહલગ્ન, જીવનસાથી પસંદગી મેળો, યોગા શિબિર, કોરોનાના લોકડાઉન દરમિયાન અનાજ કીટ વિતરણ, શિયાળામાં ગરમ ધાબળા વિતરણ, વૃક્ષારોપણ, પ્રવાસ, આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે સમુહમાં રાષ્ટ્રગાન, સફાઈ સેવકોનું મૂલ્યાંકન, શરદપૂર્ણિમા ઉત્સવ નિમિતે ગરબા હરીફાઈ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન ખુબ સુંદર કરીએ છીએ.

આ કાર્યમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ચૌહાણ, મહામંત્રી શ્રી રમેશભાઈ મકવાણા, ખજાનચી શ્રી દિલીપભાઈ સોદાગર તેમજ કારોબારી સભ્યોના સાથ અને સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *