વાલિયા ની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે વુમન સેલ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ .

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

વાલિયા ની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે ઈન્ચાર્જ આચાર્ય ડૉ.શર્મિલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વુમન સેલ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણ અંતર્ગત આ કાર્યક્રમમાં વાલિયા તાલુકાના મામલતદાર માધવી બેન મિસ્ત્રી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેમણે ખૂબ સરળ રીતે મહિલા સશક્તિકરણ ની શરૂઆત કેવી રીતે થઇ એ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.પોતાના વક્તવ્ય દરમ્યાન એમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે શિક્ષણ અને સ્વનિર્ભરતા એ બે આપણા હથિયારો છે, જેના દ્વારા તમે આત્મનિર્ભર બની શકો છો. આ કાર્યક્રમમા કોલેજની 114 વિદ્યાર્થિનીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *