અંકલેશ્વર માં બોગસ માર્કશીટ વડે સ્ટેમ્પ વેન્ડર બનનાર મહિલા ની ધરપકડ કરતી બી ડીવીઝન પોલીસ

અંકલેશ્વર માં બોગસ માર્કશીટ વડે સ્ટેમ્પ વેન્ડર બનનાર મહિલા ની ધરપકડ કરતી બી ડીવીઝન પોલીસ
મહિલા એ ધોરણ 10 નું ખોટું સર્ટી બનાવી તેનો સ્ટેમ્પ વેન્ડર લાયસન્સ મેળવવા ઉપયોગ કર્યો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર માં ધોરણ 10 નું બોગસ માર્કશીટ રજુ કરી . ધોરણ 10 નું ખોટું સર્ટી બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી સ્ટેમ્પ વેન્ડર લાયસન્સ મેળવી સ્ટેમ્પ વેન્ડર બનનાર મહિલા ની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી માર્કશીટ કેવી રીતે બનાવી તે અંગે પૂછપરછ હાથ ધરી છે .

અંકલેશ્વર મામલતદાર કરણ સિંહ રાજપૂત દ્વારા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે મહિલા સ્ટેમ્પ વેન્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં અંકલેશ્વર ગણેશ પાર્ક કોસમડી ખાતે રહેતા અને એફ.એફ.11 રાજકમલ આર્કેડ ખાતે અને ગાર્ડન સીટી બી-2/150 માં સ્ટેમ્પ વેન્ડર તરીકે કામ કરતા ચેતના બેન પ્રવિણસિંહ સોલંકી એ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે સ્ટેમ્પ વેન્ડર ના લાયસન્સ માટે અરજી સાથે પુરાવા રજૂ કર્યા હતા. જેમાં ધોરણ 10 પાસ નું ખોટું સર્ટી બનાવી ને તે ખોટું હોવાનું જાણવા છતાં તેનો સાચા તરીકે સત્તાધિકારી ને રજૂ કરી સરકારને ગેરમાર્ગે દોરી સરકાર સાથે છેતરપીંડી કરી સ્ટેમ્પ વેન્ડર ના લાયસન્સ મેળવી નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ નું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા હતા. આ અંગે 21 મી જાન્યુઆરી 2022 ના રોજ ગાંધીનગર ખાતે રહેતા સત્યેન આર વ્યાસ દ્વારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વર ખાતે તપાસ અર્થે ફરિયાદ કરી હતી જે અંગે એસડીએમ કક્ષા એ તપાસ શરુ કરી હતી અને આ ખોટા માર્કશીટ પર લાઇસન્સ મેળવ્યું હતું. જે સંસ્થામાં ધોરણ 10 પાસ કરી હોવાનું સર્ટી રજૂ કર્યું હતું તે સંસ્થા એવી ઇન્સ્ટિસ્ટશનલ એરિયા સેક્ટર -62 નોઇડા ઉત્તર પ્રદેશ ના આ સર્ટી ફેક હોવાનો અભિપ્રાય આપ્યો હતો. જે આધારે સાંયોગિક પુરાવા એકત્ર કરી અંતે અંકલેશ્વર મામલતદાર દ્વારા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા શહેર બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી ચેતનાબેન સોલંકી ની ધરપકડ કરી હતી અને બોગસ માર્કશીટ કેવી મેળવી ? ક્યાંથી મેળવી ? આ બોગસ માર્કશીટ માં અન્ય કોની મદદગારી છે ? અને 2018 થી લઇ 2023 દરમિયાન સ્ટેમ્પ વેન્ડર લાયસન્સ મેળવી નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ કેટલા વેચાણ કર્યા હતા. જે અંગે વધુ તપાસ હાથ ધરી છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *